ગુજરાતના ગાજશે 'ડંકા' દિલ્હીમાં; મંત્રીમંડળમાં પ્રભૂત્વ વધવાની શક્યતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રના મંત્રીમંડળમાં રાજ્યનું પ્રભુત્વ વધારાય તેવી શક્યતા

દેશના કેન્દ્રીય મંત્રીઓ પી.કે. બંસલ તથા અશ્વિનકુમારના રાજીનામા પગલે કેન્દ્રીય મંત્રીમંડળની પુન: રચના કરવામાં આવે તેવું રાજકીય આગેવાનો જોઇ રહ્યાં છે. આ પુન: રચનામાં ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં લઇને ગુજરાતનું પ્રભુત્વ વધારવામાં આવે અથવા તો પછી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ધરાવતાં ગુજરાતના સાંસદોને મહત્વના ખાતા સોંપવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા પગલે કેન્દ્રીય મંત્રીમંડળની પુન: રચના કરવામાં આવે તેમ છે. ૨૧મી મેંના રોજ રાજીવ ગાંધીની પુણ્યતિથિ બાદ એટલે કે ૨૨મી મેંની આસપાસ કરવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે. આ પુન: રચનામાં ગુજરાતના મંત્રીઓનું પ્રભુત્વ વધારવામાં આવે તેવી સંભાવના છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના રાજયકક્ષાના મંત્રી તુષાર ચૌધરીને અન્ય મહત્વનું ખાતું સોંપવામાં આવે તેમ મનાઇ રહ્યું છે. જયારે વોટર અને સેનીટેશનના રાજયકક્ષાના મંત્રી ભરતસિંહ સોંલકીને સ્વતંત્ર હવાલો અપાય તેમ રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.