આનંદીબહેન પટેલે કર્યો નિર્ણય, જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ચિંતન શિબિરનું થશે આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લા અને તાલુકાકક્ષાએ પણ હવે ચિંતન શિબિરનું આયોજન
- મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ
- બેસ્ટ કલેક્ટર, ડીડીઓની જેમ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને પણ એવોર્ડ અપાશે

રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે યોજવામાં આવતી કર્મયોગી ચિંતન શિબિરનો વ્યાપ વિસ્તારીને હવે જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ચિંતન શિબિર યોજનાનો નિર્ણય મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્યો છે. આ સાથે બેસ્ટ કલેક્ટર અને ડીડીઓને એવોર્ડ અપાય છે તેમ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓને પણ પુરસ્કૃત કરવામાં આવશે.ગુજરાતની વહીવટી કાર્ય પદ્ધતિમાં બદલાવ માટે યોજાતી ચિંતન શિબિરના વ્યાપ, વિસ્તાર અને વિવિધ વિષયો અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં મુખ્યમંત્રીએ જિલ્લા-તાલુકા કક્ષાની ચિંતન શિબિરના આયોજન અને અસરકારકતા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે તાલુકા અને જિલ્લાકક્ષાના અધિકારીઓ, કર્મચારીઓના અનુભવ, વિકાસ અને વહીવટી પ્રક્રિયાના સરળીકરણના નવીન વિચારો અને પ્રજાકીય પ્રશ્નોના સમાધાન માટેના સકારાત્મક સૂચનોની સમીક્ષા કરી તેને ચિંતન શિબિરમાં જૂથ ચર્ચાના વિષયોમાં આવરી લેવાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...