તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Pethapur Firing Case: Attack For Money Issue Statement

પેથાપુર ફાયરિંગ: ઉછીનાં લીધેલા પૈસા બાબતે હુમલો થયાનું પોલીસ સમક્ષ નિવેદન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્ટેલીની ફાઈલ તસવીર)
ફાયરિંગ કરનાર બન્ને શખ્સના ઘરે તાળા
જીતુસિંહ અને વિક્રમસિંહ લાપતા થયા

ગાંધીનગર : પેથાપુરમાં રવિવારની સાંજે શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે સ્ટેલી પર રીવોલ્વરથી ફાયરીંગની ઘટના બાદ આરોપી જીતુસિંહ તથા વિક્રમસિંહનાં પરીવારજનો ઘરે તાળા મારીને ચાલ્યા ગયા છે. જયારે મંગળવારે પેથાપુર પોલીસે ઘાયલ શૈલેન્દ્રસિંહનું નિવેદન લીધુ હતું. પોલીસ હજુ આરોપીઓ સુધી પહોચી શકી નથી. ગાંધીનગર પાસેનાં પેથાપુર ગામે રવિવારની સાંજે પેથાપુરનાં જ રહેવાસી શૈલેન્દ્રસિંહ ઉર્ફે સ્ટેલી વાઘેલા પર ફાયરીંગની ઘટના બની હતી. પોલીસ તપાસમાં આ ફાયરીંગ જીતુસિંહ વાઘેલા નામનાં શખ્સ દ્વારા કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ.

આ ઘટનામાં જીતુસિંહ સાથે વિક્રમસિંહની પણ સંડોવણી હોવાની ફરીયાદ ભોગ બનનાર શૈલેન્દ્રસિંહનાં ભાઇ મહાવિરસિંહે પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફાયરીંગની આ ઘટનાનાં પગલે પેથાપુરમાં માહોલ ગરમાઇ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. ગામનો માહોલ જોઇને આરોપી જીતુસિંહ તથા વિક્રમસિંહનાં પરીવારજનો પણ ઘરે તાળા મારીને ચાલ્યા ગયા છે. જયારે બીજી તરફ બંને આરોપીઓનો પણ હજુ સુધી કોઇ પતો નથી. જયારે બીજી તરફ ભોગ બનનાર શૈલેન્દ્રસિંહનું મંગળવારે પેથાપુર પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યુ હતું. જેમાં તેમણે 3 વર્ષ પહેલા જીતુસિંહ પાસેથી રૂ. 4000 ઉછીનાં લીધા હતા. આ પૈસા પાછા આપવા બાબતે અદાવત રાખીને હુમલો કર્યો હોવાનું પોલીસ નિવેદનમાં નોંધાવ્યુ હતું.