યાર્ડમાં લૂંટાઈ રહેલા ખેડૂતોઃ મગફળીના ભાવ માત્ર રૂ.૩પ૦

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વખતે વહેલો વરસાદ પડવાના કારણે મગફળીનો પાક પલડી ગયો હતો. જેના કારણે આ મગફળી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને વેચવાની ફરજ પડી છે. તો મગફળી પલડી જતાં તલોદ અને મોડાસા માર્કેટ યાર્ડના વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવીને એક મણના રૂ.૬૦૦ના ભાવની મગફળી માત્ર રૂ. ૩પ૦માં ખરીદી રહ્યાં છે.

વેપારીઓ અને સંગ્રાહખોરોના કારણે ખેડૂતોનું હંમેશના માટે શોષણ થતુ આવ્યું છે. વરસાદ ન પડે ત્યારે અને વધારે પડે કે વહેલો મોડો આવે તો પણ ભોગવવાનું તો ખેડૂતોને જ આવે છે. આવી અનેક યાતના ભોગવતા ખેડૂતોની મજબૂરીનો લાભ સાબરકાઠાં જિલ્લાના માર્કેટ યાર્ડના વેપારીઓ ઉટાવી રહ્યાં છે. ટ્રેક્ટર અને ટ્રક ભરીને મગફળી વેચવા માર્કેટ યાર્ડમાં ગયેલા ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ વેચવા માટે ખેડૂતોને મજબૂર કરી રહ્યાં છે. ભાડુ માથે ના પડે તેથી ગાંધીનગર જિલ્લાના મગફળી પકવતા ખેડૂતોને ઓછો ભાવ મળતો હોવા છતાં મગફળીનો જથ્થો નુક્શાનીમાં વેચીને જવુ પડે છે.

ગાંધીનગર જિલ્લામાં જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ ધોધમાર વરસાદ પડવાના કારણે મગફળીનો પાક પલડી ગયો હતો. જેના કારણે ખેડૂતો ચિમતામાં મૂકાઇ ગયા હતાં. તેમજ આ મગફળીનો પાક હિંમતનગર તરફના માર્કેટ યાર્ડના ખેડૂતો વેચવા જાય છે, પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતો નથી. આ અંગે જિલ્લાના એક ખેડૂતો રજૂઆત કરતા જણાવ્યું કે માર્કેટ યાર્ડમાં ૬૦૦થી ૭૦૦ રૂપિયે મણ મગફળી ખરીદવામાં આવે છે તે માટે યાર્ડમાં હરાજી પણ બોલવામાં આવે છે પરંતુ તલોદ અને મોડાસાના માર્કેટ યાર્ડમાં ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવીને નામ પુરતી હરાજી ,કરીને પડી રહેલો માલ રૂ.૩પ૦થી ૪૦૦ના ભાવે વેપારીઓ ખરીદી રહ્યાં છે અને એજ માલ તેઓ ઉંચા ભાવે વેચી અઢળક નફો કમાઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિમામ સરકારે દરમિયાનગીરી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવો જોઇએ. તેવી ગાંધીનગર જિલ્લાના ખેડૂતો રજૂઆત કરી રહ્યાં છે.