તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખ દૂર કરવાની વિધિથી ચેતજો, આ રીતે લૂંટી શકે છે ગઠીયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બહુચર માતાના કિન્નરો બની આવેલા ગઠિયા ૮૨ હજારની મત્તા ઉઠાવી ગયા

ગાંધીનગરનાં સેકટર ૨૧માં કિન્નરનાં વેશમાં આવેલા બે ગઠીયા મહિ‌લાને ભોળવી નડતર દુર કરવાની વિધીનાં બહાને રોકડ રકમ તથા દાગીનાં સહિ‌ત કુલ રૂ ૮૨ હજારની કિમતની મતા લઇ પલાયન થઇ ગયા હતા. મહિ‌લાએ આ અંગે સેકટર ૨૧ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે બને પેતરાબાજોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરનાં સેકટર ૨૧માં શનિવારે બનેલી આ વિચીત્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુંસાર સેકટર ૨૧ની પંચશીલ પાર્ક સોસાયટીમાં રહેતા હેમાબેન વિનોદભાઇ કુરેશીયા શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે એકલા હતા ત્યારે બે શખ્સો કિન્નરોનાં વેશમાં બહુચર માતાનો ફાળો ઉઘરાવવા આવ્યા હતાં. હેમાબેને માતાજીનાં નામથી તેઓને ૨૦ રૂપીયા ફાળામાં આપ્યા હતા.

હેમાબેન પાસેથી ૨૦ રૂપીયા લઇને આ શખ્સો હેમાબેનનું ભોળપણ જોઇ તેઓને નડતર હોવાનું તથા નડતરદૂર કરવા બહુચર માતાની ધાર્મિ‌ક વિધી કરવી પડશે તેમ કહ્યું હતું. હેમાબેને તેની વાતોમાં આવી જઇને આ બંને શખ્સોને વિધી કરવા ઘરમાં બોલાવ્યા હતાં. તેઓએ હેમાબેન પાસે બહુચરમાતાનો ફોટો મંગાવી વિધીનો પ્રારંભ કર્યો હતો.

વિધી દરમિયાન તેઓએ હેમાબેનને રૂ ૬ હજાર રોકડા, મંગળસુત્ર તથા સોનાનાં દોરા જેવા આભુષણો મુકવાનું કહ્યું હતું. હેમાબેને તેઓનાં કહેવા પ્રમાણે કરીને કુલ મળી રૂ ૮૨ હજારની કિંમતની ચિજ વસ્તુઓ તથા રોકડ રકમ મુકી હતી. વિધી થોડી ચાલ્યા બાદ આ શખ્સોએ કહયુ હતું કે હવે થોડી વિધી બહાર કરવી પડશે. તમે ચા બનાવો ત્યાં સુધીમાં અમે વિધી પતાવી પાછા આવીએ. શખ્સોની આ વાત માની હેમાબેન ચા બનાવવા ગયા હતા તથા બંને શખ્સો વિધિમાં મુકેલી તમામ ચિજો લઇ બહાર ગયા હતા.ચા બની ગયા બાદ હેમાબેન આ બંને કિન્નરોની રાહ જોતા રહ્યાં પણ બંને શખ્સો પાછા ન ફરતાં હેમાબેનને પોતે લુટાઈ ગયા હોવાનું ભાન થયુ હતું.