તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • One More Allegation Of Corruption Of Modi Government

મોદી સરકારનો વધુ એક ભ્રષ્ટાચાર? આ વખતે કૌશલ્ય વર્ધન કેન્દ્રનો ‘ભોગ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાધનો ઉપરાંત કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં રૂ. પ૦ કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

કેન્દ્ર સરકારની યોજના સ્કિલ ડેવપલમેન્ટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૦૯થી ૩૩પ કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કૌશલ્ય વર્ધન કેન્દ્રો માટે આઉટ ર્સોસિંગ કર્યુ અને તેના ભાગરૂપે લાખો રૂપિયા ચોક્કસ કંપનીઓને કમાવી આપવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ પ્રદેશ કોગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૩૩પ કૌશલ્ય વર્ધન કેન્દ્રો પેટે દર મહિ‌ને એજન્સીને રૂ. ૨,૬૦,૯૨,૪૮૦ ચૂકવવામાં આવે છે.

જેમાંથી ખરેખર કર્મચારીઓને ૧,૧૭,૨પ,૦૦૦ પગાર પેટે ચૂકવાય છે, બાકીના રૂ. ૧,૪૩,૬૭,૪૮૦ શ્રમ અને રોજગારના મંત્રીઓ, અધિકારીઓ અને એજન્સીને દર મહિ‌ને મળે છે. આ રીતે પ૦ કરોડનો અને કૌશલ્ય વર્ધનના સાધનોની ખરીદીમાં રૂ. ૨૦૦ કરોડના ભ્રષ્ટાચાર ભાજપ સરકારના મળતિયાઓએ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતાએ કર્યો છે.


કર્મીઓનો દર મહિ‌ને રૂ. ૪૨,૮૮૮ પગાર કપાય છે
દરેક કૌશલ્ય કેન્દ્રમાં ચાર ઇન્સ્ટ્રકટર, એક એમએસએ, ત્રણ સિકયુરિટી અને એક સ્વીપર મળીને નવ કર્મચારી હોય છે. તેમની પગારપેટે રૂ. ૭૭,૮૮૮ની રકમ થાય છે. જેની સામે ૪૨,૮૮૮ કપાઇ જાય છે અને રૂ. ૩પ હજાર પગાર મળે છે. આમ, ભાજપ સરકારના મળતિયાઓએ કૌશલ્ય વર્ધન કેન્દ્રના પગારમાં પ૦ કરોડનો અને ૨૦૦ કરોડની સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. - ડો. મનીષ દોશી, કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા