હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટનાં સ્ટૂડન્ટનું વડોદરામાં ટ્રેનમાંથી પડી જતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાંધીનગરનાં ભાઇજીપુરા પાસે આવેલી
- મધ્યપ્રદેશનો રહેવાસી બે દિવસથી હોસ્ટેલમાંથી નિકળી ગયો હતો

ગાંધીનગર : ગાંધીનગર તાલુકાનાં ભાઇજીપુરા પાટીયા પાસે અમદાવાદ ગાંધીનગર હાઇ-વે પર આવેલી હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતો મધ્યપ્રદેશનો રહેવાસી યુવાન બે પુર્વે ઇન્સ્ટીટયુટમાંથી નિકળી ગયા બાદ વડોદરાનાં રેલ્વે ટ્રેક પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ ટ્રેનમાંથી પડી જવાથી તેમનું મોત થયુ હોવાનું મનાઇ રહ્યુ છે. પ્રાપ્ત વિગતોનુંસાર વડોદરાનાં નવા રેલ્વે યાર્ડનાં રેલ્વે ટ્રેક પરથી મંગળવારની રાત્રે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

વડોદરા પોલીસે આ યુવાનની ઓળખવિધી માટે કરેલી કામગીરીમાં આ યુવાનનુ નામ રોહીત મનોજભાઇ દુબે હોવાનું તથા ગાંધીનગર તાલુકાનાં ભાઇજીપુરા પાસે આવેલી હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ અમદાવાદનાં પ્રથમ વર્ષમાં ભણતો હોવાનું તથા મધ્યપ્રદેશનાં ભોપાલ શહેરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતુ. આઇએચએમ ઇન્સ્ટીટયુટનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર રોહિ‌ત ૧પ દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી ધરેથી આવ્યો હતો. મંગળવારની સાંજે રોહીત નિયમ મુજબ ગેટ પાસ લઇને બહાર ગયો હતો.

પરંતુ સાંજે પરત ન ફરતા ફોન કરવાનો પ્રયાસ કર્યોહતો. પરંત ુફોન બંધ આવતો હતો. જેના પગલે તેના માતા-પિતાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસ રોહીતનું મોત અકસ્માતે ટ્રેનમાંથી પડી જવાથી થયુ હોવાનુ માની રહી છે. પરંતુ તાજેતરમાં જ ગુજરાતમાં આવેલો રોહીત વડોદરા કોને મળવા ગયો હતો ? તથા ઇન્સ્ટીટયુટમાંથી નિકળ્યા બાદ તેનો ફોન બંધ કેમ આવતો હતો તે પણ શંકા ઉપજાવે છે.