ફતેહપુરાનાં છાપરા પાસે એક ઇસમનું શંકાસ્પદ મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શંકાસ્પદ હાલતમાં મળેલી યુવકની લાશ)
- અન્ય એક શખ્સને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો

ગાંધીનગર : ગાંધીનગર શહેરનાં સેકટર ૧પનાં છાપરા પાસે એક ઇસમ મૃત હાલતમાં તથા એક શખ્સ ગંભીર હાલતમાં પડયો હોવાનો માહિ‌તી પોલીસને મળતા પોલીસે સ્થળ પર દોડી ગઇ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ માફરતે ગંભીર હાલતમા ં રહેલા ઇસમને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોકલીને અન્ય શખ્સના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર શહેરનાં સેકટર ૧પનાં ફતેહપુરાનાં છાપરા વિસ્તારમાં બે દારૂડીયા મરેલી હાલતમાં પડયા હોવાનાં સમાચાર શહેરમાં પ્રસરતા શહેરનું મિડીયા તથા પોલીસે ફતેહપુરા દોડી ગઇ હતી.

મજુર જેવા લાગતા બંને શખ્સોમાંથી એકનું મોત થયુ હતુ જયારે એકની હાલત ગંભીર હતી. જેના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ગંભીર હાલતમાં રહેલા ઇસમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જયારે ૪૦ વર્ષનાં આશરાનાં મૃત ઇસમનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાની પોલીસે તાજવીજ હાથ ધરી હતી. જો કે મરણ જનાર ઇસમનું મોત કઇ રીતે થયુ તે અંગે ચોકકચ કારણ હજુ સાંજ સુધી બહાર આવ્યુ નહોતુ. આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મિડીયા સાથેની વાતચિતમાં પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે તેવુ ડીવાયએપી જાડેજાએ જણાવ્યુ હતું. મૃતકનું નામ મોહન હોવાનું તથા મધ્યપ્રદેશનો રહેવાસી મોડી સાંજે જાણવા મળ્યુ હતુ.