વિઝાકાંડ : ઓમ ઇમીગ્રેશનનાં મહિ‌લા પ્રોપરાઇટરની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબી દ્વારા બુધવારે ધરપકડ બાદ ગુરૂવારે ર્કોટમાં રજુ કરશે

કેનેડાનાં કાયમી વિઝા અપાવી દેવાનાં બહાને નાગરીકો પાસેથી કરોડો રૂપીયા ખંખેરી લેનાર ઓમ ઇમીગ્રેશન સેન્ટરનાં પ્રોપરાઇટર સામે પોલીસ ફરીયાદ બાદ એલસીબી દ્વારા બુધવારે વધુ એક મહિ‌લા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરીયાદમાં મુખ્ય સંચાલક દિનેશ પટેલ સહિ‌ત છ લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

વિઝા કાંડનાં આ સમગ્ર પ્રકરણની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર શહેરનાં સેકટર ૧૬માં આવેલા ઓમ ઇમીગ્રેશન સેન્ટરનાં પ્રોપરાઇટર દ્વારા દોઢ વર્ષ દરમિયાન ૧પ જેટલા નાગરીકોને કેનેડાનાં કાયમી પીઆર અપાવી દેવાનાં બહાને આશરે રૂ. ૨ કરોડ ઉઘરાવી લઇને છેતરપીડી આચરવામાં આવી હતી. જેમાં છેતરપીડીનો ભોગ બનનાર આલમપુરનાં યુવાન વિષ્ણુભાઇ પટેલ દ્વારા સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સંચાલક દિનેશ પટેલ સહિ‌ત તેમનાં પિત્ન ભારતીબેન પટેલ, જયદીપ પટેલ સહિ‌તનાં ૬ લોકો સામે છેતરપીડી તથા વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ એલસીબીને સોપવામાં આવતા એલસીબીએ દિનેશ પટેલ થતા જયદિપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ર્કોટે આ બંનેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

દરમિયાન બુધવારે એલસીબી દ્વારા મહિ‌લા પ્રોપરાઇટર ભારતીબેન દિનેશભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. એલસીબી દ્વારા તેણીનો આ પ્રકરણમાં શુ રોલ છે તે અંગે પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેણીને ગુરૂવારે ર્કોટમાં રજુ કરીને જરૂર જણાશે તો રીમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ એલસીબી સુત્રોએ જણાવ્યુ હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ કરતા તેઓની ધરપકડ બાદ રીમાન્ડ મેળવવામાં આવ્યા હતાં.