નીતિન પટેલને મહેસાણા, સૌરભ પટેલને વડોદરા બેઠકના 'વાલી’ બનાવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં વિવિધ બેઠકો ઉપર ઉમેદવારોને જીતાડવાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી રહી છે. હાલ ભાજપ દ્વારા મંત્રી નીતિન પટેલને મહેસાણા અને સૌરભ પટેલને વડોદરા બેઠકના વાલી (ગાર્ડીયન) તરીકે નિમણૂક આપવામાં આવી છે.

આગામી દિવસોમાં અન્ય મંત્રીઓને પણ તેમના વિસ્તારની બેઠકોની જવાબદારી સોંપવામાં આવનાર છે. આ મંત્રીઓએ તેમના વિસ્તારમાં સંગઠનથી લઇને તમામ પ્રકારના પ્રચાર સહિ‌તની કામગીરી બજાવવાની રહેશે. બેઠકમાં ભાજપના વિવિધ કાર્યકર જૂથો વચ્ચે આંતરિક સંકલન, પ્રચાર, સમાજો સાથે સંકલન વગેરે બાબતો જોવાની રહેશે.

આગળ વાંચો વધુ વિગત