કોંગ્રેસ-NCP વચ્ચે ભંગાણ: વડોદરા લોકસભાની ચૂંટણીમાં જયંત બોસ્કી ઝંપલાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(જયંત બોસ્કીની ફાઈલ તસવીર)
- રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ભંગાણ

ગાંધીનગર : છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહદ અંશે બેઠકોની સમજૂતી થતી રહી છે. પરંતુ રાજ્યની નવ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે ૧૩મી સપ્ટેમ્બરે યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે આ બંને પક્ષો વચ્ચે ભંગાણ સ્પષ્ટ થયું છે અને એનસીપીના પ્રદેશ પ્રમુખ તથા ઉમરેઠના ધારાસભ્ય જયંત બોસ્કીએ હવે વડોદરાની લોકસભા બેઠકની ચૂંટણી માટે ઝંપલાવવાનું નક્કી કર્યું છે.

આ અંગે એનસીપીના સૂત્રોએ આપેલી માહિ‌તી મુજબ, કોંગ્રેસ સાથે સમાધાન થાય તેવી શક્યતા નથી અને એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારના પત્ની વડોદરાના હોવાનાં કારણે તેમના વડોદરા સાથેના ઘનિષ્ઠ સંબંધોને ધ્યાને લેતાં અહીં એનસીપીના વિજયની વધુ શક્યતાને જોતાં જયંત બોસ્કીએ પોતે અહીંથી લડવાનું નક્કી કર્યું છે. આ અંગે પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જગદીશ ડફડાનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું.