• Gujarati News
  • Narendra Modi Will Addressing 16 Public Meeting In Gujarat

કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડવા મોદી આક્રમક, સભા સંબોધનનો કરશે રેકોર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોદી નીગુજરાતમાં ૪ દિવસમાં ૧૬ સભા
-
પ્રચાર બંધ થતાં પહેલા છેલ્લી દસ સભાઓ સંબોધશે

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અંતિમ દિવસોમાં સભાની સંખ્યા વધારીને ૧૮ કરી દીધી છે. કુલ ચાર દિવસમાં જ ૧૮ સભા સંબોધીને સોમવારે મોદી ગુજરાતમાં પ્રચાર બંધ કરશે. બુધવાર, ગુરુવારે કુલ ૬ સભા સંબોધ્યા બાદ હવે શનિવાર અને સોમવારે વધુ ૧૨ સભા સંબોધશે.મોદી શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસ, બારડોલીના મહુવામાં, છોટાઉદેપુરમાં પાવી જેતપુર ખાતે, ભરૂચ અને રાજકોટમાં સભાઓ સંબોધશે. સોમવારે અમરેલી, પંચમહાલના સંતરામપુર, સાબરકાંઠાના મોડાસા અને આણંદના વલ્લભવિદ્યાનગર, સોનિયા જ્યાં સભા કરી ગયા તે ખેરાલુ, અને લુણાવાડા ખાતે તેમની સભા થશે.

મોદી કોંગ્રેસના ગઢ ગજાવશે

અંતિમ બે દિવસોમાં મોદી કોંગ્રેસના ગઢ સમાન ગણાતા વિસ્તારોમાં ફરી વળશે. સાબરકાંઠામાં મોદી ચાર જ દિવસ બાદ બીજી સભા કરશે. આ ઉપરાંત કેન્દ્રિ‌ય મંત્રી તુષાર ચૌધરીના મતવિસ્તાર બારડોલી અને ભરત સોલંકીના આણંદમાં, અહેમદ પટેલના હોમટાઉન એવા ભરૂચમાં અને શનિવારે રાહુલ ગાંધીની અમરેલીમાં સભા સંબોધન બાદ મોદી સોમવારે સભા સંબોધી રાહુલ ઇફેક્ટને ધોઇ નાંખવાનો પ્રયાસ કરશે.

આગળ વાંચો શું કહે છે મોદી વિશે સીતારામન