• Gujarati News
  • Narendra Modi Was Not Discussed At The Board Meeting Parliamentary Party

નરેન્દ્ર મોદી પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ન જતા ચર્ચાઓ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાષ્ટ્રીય કક્ષાએ ઈમેજ-બિલ્ડિંગ બાદ મોદી કર્ણાટકની હારથી પોતાને જોડવાના મતના નહીં હોવાની ચર્ચા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી,બુધવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વન વિભાગના એક કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતા.દર બુધવારે મળતી મંત્રીમંડળની મહત્ત્વની બેઠકથી પણ તેઓ દૂર રહ્યાં હતા અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દિલ્હી ખાતે મળેલી ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી ર્બોડ (સંસદીય સમિતિ)ની બેઠકમાં તેઓ પહોંચ્યા ન હતા.આ માટે કોઈ સત્તાવાર કારણ તો અપાયું નથી પરંતુ મોદીના દાંતમાં દુખાવો હોવાની વાત આગળ ધરાઈ હતી.જોકે, રાજકીય વર્તુળો આવા કારણોને સ્વીકારવા તૈયાર નથી.

હાલને તબક્કે એમ મનાય છે કે,ભાજપના વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે દેશભરમાં પોતાની 'ઈમેજ-બિલ્ડિંગ’બાદ તેઓ કર્ણાટકમાં ભાજપના પરાજ્યથી પોતાને દૂર રાખવાના મૂડમાં છે.આ ઉપરાંત ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી ર્બોડની બેઠકમાં મોદીને આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને કોઈ મહત્ત્વની જવાબદારી સોંપાય એવી શક્યતા અંકાતી હતી પરંતુ બુધવારની બેઠક આ બાબતે કોઈપણ જાતની ચર્ચા થવાની ન હતી.પરિણામ સ્વરુપ મોદી પાર્લામેન્ટરી બેઠકથી દૂર રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

આગળની તસવીરમાં વાંચો ક્યા કાર્યક્રમોથી દૂર રહ્યા? અને શા માટે દૂર રહ્યાં?