• Gujarati News
  • Murli Manohar Joshi Of Persuade Narednra Modi Of IAS Couple Work Of Touch

મુરલી મનોહર જોશીને મનાવવા મોદીએ IAS દંપતીને કામે લગાડ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જોશીને મનાવવા મોદીએ કઅફ દંપતીને કામે લગાડયાં
- ગુજરાત કેડરના આ દંપતી મુરલી મનોહર જોષીની નજીક હોવાનું મનાય છે
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વારાણસીની બેઠક પરથી લડે તેવી શક્યતાઓની ચર્ચા શરૂ થતાં જ આ બેઠક પરથી લગભગ સતત ચૂંટાતા રહેલા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પક્ષે નારાજગી વહોરવી પડી હતી. જેમને આખરે દેખીતી રીતે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દરમિયાનગીરીથી શાંત પાડવામાં આવ્યા હતા.
આ આખા મામલે જોશીને મનાવવા કહો કે તેમના પર પરોક્ષપણે દબાણ લાવવા મોદી છાવણી તરફથી ગુજરાત કેડરના જ એક આઈએએસ દંપતીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત કેડરના આ બંને આઈએએસ અધિકારીઓમાંથી પતિએ ૨૦૦૮માં સરકારમાં અગ્ર સચિવની પોસ્ટ પરથી રાજીનામું આપી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી જ્યારે તેમના ગુજરાત કેડરના પત્ની જેઓ મૂળ ઉત્તર પ્રદેશના જ છે તેઓ નવી દિલ્હી ડેપ્યુટેશન પર ગયા બાદ હાલ લાંબી રજા પર ઉતરેલા છે.