• Gujarati News
  • Mulayam Singh And Akhilesh Yadav In Gujarat Attacks On Modi

મુલાયમસિંહ, અખિલેશ યાદવ ગુજરાતમાં, નેતાજી બોલ્યા ‘હવે મોદીને ભીંસમાં લઇશુ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ડો. કેતન દેસાઇની પુત્રીના લગ્નમાં હાજર રહેલા મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને શંકરસિંહ વાઘેલા)
- આગમન: ડૉ. કેતન દેસાઈની પુત્રીના લગ્નમાં હાજરી આપવા શનિવારે બપોરે અમદાવાદ આવી પહોંચ્યા હતા
- મુલાયમ: મોદી સરકારને અમે છ મહિના આપ્યા, હવે ભીંસમાં લેવાનું શરૂ કરીશું

એક ખાનગી લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાં અખિલેશ યાદવ તો મૌન રહ્યા હતા પરંતુ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન મુલાયમસિંહે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. બીજા બાજુ અખિલેશ યાદવે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી આનંદી બહેનની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ વખતે ગાંધીનગરમાં મીડિયાના સવલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

- અખિલેશ: મારું મોઢું ના ખોલાવો જો બોલીશ તો વધુ પડતું થઈ જશે
ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સૌજન્ય મુલાકાત લીધા બાદ પ્રતિક્રિયા આપવા પત્રકારોના આગ્રહના સંદર્ભમાં કહ્યું કે, હમસે કુછ બુલવાના મત, બોલેંગે તો લંબા-ચૌડા હો જાયેગા! અખિલેશ અમદાવાદથી સીધા મુખ્યમંત્રીને મળવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે પોણો કલાક વાતચીત ચાલી હતી. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો વિષે વાત કરી હતી.

- કાર પાર્ક કરવા બાબતે રકઝક

અખિલેશ યાદવ તેમને ફાળવેલી સ્કોર્પિયો કારમાં સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા. તેઓ આનંદીબહેનને મળવા તેમની ઓફિસમાં ગયા તે સમયે સ્વર્ણિમ સંકુલની બરોબર સામે જ તેમનું વાહન પાર્ક કરેલું રાખવાનો અખિલેશ યાદવની સિક્યુરિટીના ઈનચાર્જ રાજેન્દ્ર યાદવે રાખ્યો હતો. પરંતુ સંકુલની સુરક્ષા સંભાળતા અધિકારીઓએ બ્લોક -1ની સામે વાહનો પાર્ક કરવા જણાવ્યું. આ મામલે પંદર મિનિટ સુધી રકઝક ચાલી હતી.

આગળ વાંચોઃ મોદી સરકારને અમે છ મહિના આપ્યા, હવે ભીંસમાં લેવાનું શરૂ કરીશું, મુલાયમે કર્યો આઝમખાનનો બચાવ