• Gujarati News
  • Money Investment Thinking For Metro Rail Project In State

રાજ્યમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નાણાકીય વિકલ્પો વિચારાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહીં મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે નવી રચાયેલી ઉચ્ચ સત્તાધિકાર સમિતિના અધ્યક્ષ નીતિન પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. રેલ પ્રોજેક્ટની કામગીર શરૂ કરતાં પહેલાં સરકાર જમીન સંપાદનની દિશામાં આગેકૂચ કરવા માંગે છે અને પ્રોજેક્ટ માટે જરુરી નાણા ક્યાંથી,કઈ રીતે,કઈ શરતે મેળવવા તે વિશે નિર્ણય લેવાની ગણતરી રાખે છે.

મુખ્યમંત્રી કક્ષાએ આ અંગેના નિર્ણયો લેવાના બાકી છે. આજની મિટિંગમાં નાણાકીય બાબતો અંગે પ્રાથમિક ચર્ચા કરાઈ હતી અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ અંગે રચાયેલી કંપનીને તેની બોર્ડ મિટિંગમાં દરખાસ્ત તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

નીતિન પટેલ, મેટ્રોરેલ ઉચ્ચ સત્તાધિકાર સમિતિના અધ્યક્ષ સાથે ભાસ્કરની સીધી વાત

આજની મિટિંગમાં શું થયું ?
પ્રોજેક્ટની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી છે.

જમીનના પ્રશ્ને ચર્ચા કરાઈ હતી ?
પ્રોજેક્ટ માટે જરૂરી જમીન મ્યુનિસિપલ ર્કોપોરેશન અને રાજ્ય સરકાર ટોકન દરે આપશે

નાણાકીય બાબત અંગે શું થયું ?
નાણાકીય વ્યવસ્થા અંગે સરકારે કેટલાક વિકલ્પ વિચારી રહી છે.

હવે, ક્યારે નિર્ણય લેવાશે ?
કંપનીના ર્બોડની મિટિંગમાં તેઓ દરખાસ્ત તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂ કરશે પછી નિર્ણય કરાશે.