ગૂગલ બિગ ટેન્ટ સમિટમાં ૨૧મીએ મોદીનું વક્તવ્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ ૨૦૧૩માં ટેક્નોલોજી ઇન પોલિટિક્સ વિષય પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૨૧મી માર્ચના રોજ પોતાના વિચારો રજૂ કરશે. મોદીનું વકતવ્ય ગૂગલ તેમ જ હેન્ગઆઉટ પર બપોરે ૨-૧પ રજૂ કરાશે. તેનું જીવંત પ્રસારણ વેબસાઇટ પરથી જોઇ શકાશે.

ટવીટર પર રીઅલ-ટાઇમ અપડેટ મેળવી શકાશે. વકતવ્ય પહેલા મોદી ગૂગલના ચેરમેન એરિક સ્મીથ સાથે પણ આ જ પદ્ધતિથી વાર્તાલાપ કરશે. બિગ ટેન્ટ સમિટનું આયોજન ગૂગલ દ્વારા કરાયું છે. જેમાં રાજકીય અગ્રણીઓ, બૌદ્ધિકો અને વિચારકો વિવિધ વિષય પર પોતાના વિચારો રજૂ કરે છે. આ સમિટનું આયોજન ન્યૂર્યોક, લંડન, બર્લિ‌ન, મેડિ‌્રડ, નૈરોબી, મોસ્કો, સીઓલ સહિ‌ત ના શહેરોમાં કરાશે.