આંખો આંખો મેં ક્યાં હુઇ બાંતે, જાણો શું કહે છે મોદી-શરીફની બોડી લેંગવેઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જે કોન્ફીડેન્સથી બેટ્સમેન 80 રન મારીને ક્રિઝ પર ઉભો હોય એવા કોન્ફ્રિડેન્સથી મોદીએ શપથ લીધી હતી...
- દેશની જનતા મોદીને ખુબ સારી રીતે જાણે છે પરંતુ તેઓ પડોશી દેશના મહેમાનો સાથે ખુબ વિનમ્રતા સાથે મળ્યા...
- મોદી ઝડપથી પોતાને નવા માહોલમાં સેટ કરી રહ્યા છે...
મોદી અને નવાઝની બોડી લેન્ગેવેઝનું રોચક વિશ્લેષણ
મોદીએ શપથ વિધીમાં પડોશી દેશોને આમંત્રણ આપીને પ્રધાનમંત્રી બનવાની સાથે જ એક માસ્ટર સ્ટોક મારી લીધો. છેલ્લા બે દીવસથી સાર્ક દેશોના પ્રમુખોએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. આખી દુનિયાની નજર ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, નેપાળ અને ભુતાન જેવા દેશો વચ્ચે ચાલી રહેલી હાઇ પ્રોફાઇલ મંત્રણા પર છે ત્યારે દિવ્યભાસ્કર ડોટ કોમ દ્વારા પ્રધાનમંત્રી મોદી અને નવાજ શરીફની બોડી લેંગવેઝને ડી કોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભારતના જાણીતા એલ.એન.પી (માસ્ટર ઓફ ન્યુરો લિંગવિસ્ટિક પ્રોગ્રામ) એક્સપર્ટ સંદીપ ગજ્જરે નરેન્દ મોદી અને નવાજ શરીફના હાવભાવ, વાતચીત કરવાનો તરીકો, પબ્લિક અપિરિયન્સ અને બેસવાની સ્ટાઇલને ઝિણવટપૂર્વક ઓબઝર્વ કરીને રોચક તારણ કાઢ્યા છે.
મુખ્યમંત્રીમાંથી પ્રધાન મંત્રીમાં ટ્રાન્સફાર્મેશન...
સીએમ મોદીજી જ્યારે પીએમ બન્યા છે ત્યારે અેમની બોડી લેન્ગવેજમાં કેવા ફારફાર જોવા મળી રહ્યા છે આ અંગે વાત કરતા, બોડી લેંગવેઝ એક્સપર્ટ સંદીપ ગજ્જર કહે છે કે, ગુજરાતમાં 13 વર્ષ શાનદાર શાસન આપ્યા પછી મોદી ફુલ્લી કોન્ફ્રિડેન્સમાં હતા. તેઓને મહેનત પ્રમાણે એકલા હાથે પૂર્ણ બહુમત પણ મળ્યું. સીએમ તરીકે મોદી અગ્રેસીવ હતા પરંતુ પીએમ બનવા અંગે જનાદેશ મળી જતા થોડા શાંત થયા છે. પીએમ તરીકે જ્યારે મોદી શપથ લઇ રહ્યા હતા ત્યારે તેઓ આત્મવિશ્વાસથી ભરાયેલા દેખાતા હતા પરંતુ અંદરથી થોડા નર્વસ હતા. પરંતુ તેમણે નર્વસનેસ જાહેર થવા ન દીધી. જેવી રીતે બેટ્સમેન 80 રન મારીને ક્રિઝ પર ઉભો હોય એવા કોન્ફ્રિડેન્સથી મોદીએ શપથ લીધી હતી. સાથો સાથ 90 રન માર્યા પછીની નર્વસનેસ પણ મોદીના મનમાં હતી.
આગળ વાંચો, "બસ થોડાજ દિવસોમાં મોદી દુનિયાને પોતાનું 'રૌદ્ સ્વરૂપ' બતાવી દેશે..."