તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના મંત્રીમંડળની શપથવિધિઃ નવા છ રાજ્ય કક્ષાના મંત્રી સમાવષ્ટિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિસ્તરણઃ મહાત્મા મંદિરના વિશાળ કન્વેન્શન હોલમાં મુખ્યમંત્રી અને સમર્થકોની હાજરીમાં છ નવા મંત્રીએ શપથ લીધા
- રાજ્ય કક્ષાના છ નવા મંત્રીએ શપથ લીધા
- સમારંભમાં મહિ‌લા ધારાસભ્યોની પાંખી હાજરી
- બપોરે ઓફિસ પ્રવેશ કર્યો ને સાંજે ખાતાં ફાળવાયાં


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં નવા સમાવષ્ટિ છ રાજ્ય કક્ષાના મંત્રીએ મોટી સંખ્યામાં પોતપોતાના સમર્થકોની હાજરીમાં શુક્રવારે રાજ્યપાલ કમલાજીના હસ્તે, ઇશ્વરની સાક્ષીએ પદ અને હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. અત્યંત ગરિમાપૂર્ણ સમારંભમાં લીમખેડાના જશવંતસિંહ ભાભોર, ચાણસ્માના દિલીપ ઠાકોર, જંબુસરના છત્રસિંહ મોરી, અંજારના વાસણ આહિ‌ર, હાલોલના જયદ્રથસિંહ પરમાર અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વારફરતી શપથ લીધા હતા.

સવારે ૧૦:૩૩ વાગ્યે મહાત્મા મંદિરના વિશાળ કન્વેન્શન હોલમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ કમલાજીએ સોગંદવિધિ સમારંભમાં મંચ પર સ્થાન ગ્રહણ કર્યાં હતાં. તેમની સાથે મંચ પર વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા, રાજ્યના મુખ્ય સચિવ વરેશ સિંહા અને છ નવા રાજ્ય કક્ષાના મંત્રી બેઠા હતા. મુખ્ય સચિવ વરેશ સિંહાએ રાજ્યપાલ પાસેથી અનુમતિ માગી સોગંદવિધિનો આરંભ કરાવ્યો હતો અને અગિયારમી મિનિટે તમામ છ મંત્રીના શપથ પૂર્ણ થતાં રાજ્યપાલની મંજૂરીના પગલે શપથ સમારોહ પૂર્ણ થયેલો જાહેર કરાયો હતો.