ઈશરત કેસઃ મોદી, અમિત શાહ અને રાજેન્દ્રકુમાર બચી ગયા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવ વર્ષ અગાઉ એન્કાઉન્ટરના મામલામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ અને આઇબીના અધિકારી રાજેન્દ્રકુમાર બચી ગયા? એ સીધો સવાલ આજે ઊભો થયો હતો. સીબીઆઇએ ઇશરત એન્કાઉન્ટર કેસની રજૂ કરેલી ચાર્જશીટમાં અત્યાર સુધી ચર્ચાતા મુખ્ય નામોનો ઉલ્લેખ સુધ્ધા ન થતાં અનેક તર્ક વિતર્કો ઊભા થયા હતા.

ઇશરત એન્કાઉન્ટર કેસમાં મોદીના અત્યંત વિશ્વાસુ એવા અમિત શાહની સંડોવણી હોવાની સીબીઆઇની તપાસમાં વિગતો બહાર આવી હતી. અમિત શાહ તે સમયે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હોવાના કારણે આ તપાસ મુખ્યમંત્રી કચેરી સુધી અને તેમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી જશે તેવી દહેશત હતી. આ ઘટનાના રીએક્શન પણ આવવા માંડયા હતા. ભાજપ તરફથી સીબીઆઇનો કોંગ્રેસ દુરુપયોગ કરતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવતાં હતા. જ્યારે કોંગ્રેસ મોદીના ચહેરાને ખરડાયેલો ચહેરો હોવાનો લોકો સામે રજૂ કરવામાં બાકી રાખતી ન હતી.

આવા સામ-સામે આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે આજની ચાર્જશીટમાં મોદીનો કોઇ જ ઉલ્લેખ કરવામાં ન આવતાં અન્ય તર્ક-વિતર્ક ઊભા થયા છે. તેની સાથે સાથે આઇબીના અધિકારી રાજેન્દ્ર કુમારની સામે પણ કોઇ આરોપ મૂકવામાં આવ્યા નથી.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ