• Gujarati News
  • Modi Adressess To 20 Cities In US Through Vedio Conference

દેશની દુર્દશા હાલના શાસકોની નીતિ, નિયત અને નૈતિકતાનું પરિણામ:મોદી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે અમેરિકાના ભારતીયો અને ગુજરાતી સમુદાયને વીડિયો કોન્ફરન્સથી સોમવારે સવારે સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવાસો કરોડ ભારતવાસીઓને ભરોસાના અભાવના સંકટમાં ધકેલી દેવા માટે વર્તમાન શાસકોની નીતિ, નિયત અને નૈતિકતાને સંપૂર્ણ જવાબદાર ગણાવી હતી. ૨૧મી સદી કોની તેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, ભારત વિશે દુનિયાને જે આશા જાગી હતી તે અને ભારતવાસીઓના સપના ચકનાચૂર થઇ ગયા છે. આજે દેશની એવી દુર્દશા છે કે, સેનાના જવાનોના માથા કાપી લેનારા દેશના પ્રધાનમંત્રીને ચિકન- બિરયાનીની મજિબાની કરાવાય છે. ચીન ઘૂસણખોરી કરી સમાધાન તરીકે પાછું જાય તે સમજાય, પરંતુ હિન્દુસ્તાનની ધરતી ઉપર ભારતની સેનાને શા માટે પીછેહઠ કરાવવી પડે ? મુખ્યમંત્રીના ૧૦૦ મિનિટના વાર્તાલાપ-સંવાદનું જીવંત પ્રસારણ દુનિયાના લાખો લોકોએ નિહાળ્યું હતું.

મોદીએ શું કહ્યું તેમના વીડિયો સંબોધનમાં, વાંચવા તસવીર આગળ ક્લિક કરો...