• Gujarati News
  • Modasa Pattern Would Six Seats In The Congress Election

કોંગ્રેસ મોડાસાની પેટર્નથી છ બેઠકોની પેટાચૂંટણી લડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાની પેટર્નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની બે તથા વિધાનસભાની ચાર બેઠક મળીને કુલ છ બેઠકોની તા. બીજી જૂનના રોજ યોજાનારી પેટાચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. મોડાસાની ચૂંટણીમાં કોંગ્રેસે થ્રી ટાયર સિસ્ટમનો નવતર પ્રયોગ કર્યો હતો. તેમાં સફળતા મળી હોવાથી આ પેટર્નનો હવે પછીની પેટાચૂંટણીમાં પણ અમલ કરવામાં આવશે તેવું મંગળવારે કોંગ્રેસ ભવન ખાતે મળેલી પ્રાદેશિક ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસી સૂત્રોએ જણાવ્યું છે.

શું છે થ્રી ટાયર સિસ્ટમ ?

થ્રી ટાયર સિસ્ટમ એટલે ત્રણ પગલાંઓ નક્કી કરાયા છે. તે મુજબ ચૂંટણીમાં પસંદગી પામેલા ઉમેદવારોની પેનલના તમામ સભ્યોએ પ્રત્યેક ઉમેદવારના ગામમાં એકસાથે પ્રચારાર્થે ફરવું અને કોંગી આગેવાન તથા ગામના આગેવાનોને મળવું ૨) કોંગી આગેવાનોએ જે તે મતવિસ્તારના જ્ઞાતિ-જાતિના આગેવાનોને તેમ જ પોતાની જ્ઞાતિના આગેવાનોને મળવું ૩) બૂથ કક્ષાએ નિયુક્ત થયેલા કોંગી કાર્યકરથી માંડીને આગેવાને પોતાના બૂથનું મેનેજમેન્ટ અગાઉથી સતત કરવું તેમ જ કોઇપણ કારણસર બૂથ નહીં છોડવું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, મોડાસાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે થ્રી ટાયર સિસ્ટમનો અમલ કર્યો હતો. આ જ સિસ્ટમનો તેરમી ગુજરાત વિધાનસભાની ચાર ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી તેમ જ બે લોકસભાની બેઠકોની ચૂંટણીમાં ફરીવાર અમલ કરવાનો ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો છે.