ગાંધીનગર : તાલુકાનાં 30 ગામડામાં ફરશે ‘હરતી ફરતી’ મોબાઇલ લાઇબ્રેરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરનાં સેકટરો બાદ તા 10મીથી ગામડાઓની સફર શરૂ

ગાંધીનગર : ગાંધીનગર શહેર તથા તાલુકાનાં ગામડાઓમાં વસતા નાગરીકો ઘર આંગણે વાંચન માટે સાહિત્ય મેળવી શકે તે હેતુથી રાજય મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા શહેરનાં સેકટરો તથા ગામડાઓમાં વાહન માફરતે હરતુ-ફરતુ પુસ્તકાલય ફેરવવામાં આવે છે. શહેરનાં સેકટરોનો ચાલુ માસે ટર્ન પુર્ણ થયા બાદ આજથી જુદા જુદા ગામડાઓમાં મોબાઇલ લાઇબ્રેરી નિકળી પડી છે. જે ગાંધીનગર તાલુકાનાં 30 જેટલા ગામડાઓમાં ફરશે.

શહેરનાં સેકટર 17માં આવેલી રાજય મધ્યસ્થ ગ્રંથાલયનાં ગ્રંથપાલ કૌશિકભાઇ શાહનાં જણાવ્યાનુંસાર ફરતા પુસ્તકાલયનું વાહન ગાંધીનગર શહેરનાં તમામ સેકટરોમાં પ્રત્યેક માસે નિર્ધારીત વારે અને સમયે ચોક્કચ સ્થળે ઉભુ રહે છે. જે સમય દરમિયાન સ્થાનિક વિસ્તારનાં લોકો વાંચન માટે લીધેલા પુસ્તકો જમા કરી મેળવી શકે છે. ગાંધીગનર શહેરમાં આવા 17 કેન્દ્રો નિર્ધારીત કરેલા છે. તા 10મી એપ્રિલ સુધીમાં શહેરનાં સેકટરોનો વારો પુર્ણ થયા બાદ હવે ફરતુ પુસ્તકાલય ગામડાઓની સફર કરશે.

તા 13મીનાં રોજ ચિલોડા, વલાદ તથા નાના ચિલોડા, તા 15મીએ ડભોડા, વિરાતલાવડી તથા ગોળવંટા, તા 16મીનાં રોજ ઇસનપુર મોટા, મગોડી તથા જુના સચિવાલય, તા 17મીનાં રોજ લવારપુર, રતનપુર તથા શાહપુર, તા 18મીનાં રોજ વડોદરા, ગલુદણ તથા સોનારડા, તા 21મીનાં રોજ અડાલજ, ઝુંડાલ તથા ખોરજ, તા 22મીનાં રોજ પાલજ, બાસણ તેમજ સેકટર 8, તા 23મીનાં રોજ આલમપુર, દશેલા તેમજ સાદરા તથા તા 24મી એપ્રિલનાં રોજ જાખોરા, છાલા તથા ચંદ્રાલામાં નિયત સ્થળોએ રોકાઇને નાગીરકોને પુસ્તકોની આપ-લે કરશે. ફરતુ પુસ્તકાલય પ્રતિદીન જે 3 ગામોને આવરી લે છે તેમાં પ્રથમ ગામમાં 12.30 વાગ્યાથી 13.30, બીજા ગામમાં 14 વાગ્યાથી 15 વાગ્યા દરમિયાન તથા ત્રિજા ગામમાં 15.30થી 17 કલાક દરમિયાન રોકાશે.