'રજૂઆત કરવા જઈએ ત્યારે મંત્રી 'હસતું’ મોં રાખે તો’ય ઘણું'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભામાં મહેસૂલ વિભાગની ચર્ચામાં કોંગી સભ્ય સી.કે.રાઉલજીએ મહેસૂલ વિભાગની ચર્ચામાં ભાગ લેતાં મંત્રીઓ તરફથી થતો કડવો અનુભવ વર્ણવ્યો હતો.

તેમણે કહ્યું કે, ધારાસભ્ય તરીકે અમે, ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી પાસે કામ લઈને જઈએ-રજૂઆત કરીએ ત્યારે માન-પાન તો દૂર, મંત્રી 'હસતું મોં રાખેને’ તો ય અમને ખુશી થાય..પછી કામ થાય કે ન થાય.. રાઉલજીની વાતમાં તમામ કોંગી સભ્યોએ 'હકાર’ ભણ્યો..

અલબત્ત, અધ્યક્ષ વજુભાઈએ તરત જ ધારાસભ્યને અટકાવીને કહ્યું કે, તમને 'રિસ્પેક્ટ’ ન મળતું હોય તો કહો..બાકીની વાત રહેવા દ્યો..

વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: