તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- પંચદેવ મંદિર, વાસન મહાદેવ, નારદીપુર મહાદેવ, સરઢવ મંદિર, લીંબડિયા મંદિર સહિત અનેક શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ જામી
શિવરાત્રીનો દિવસ ગાંધીનગર શહેર અને જિલ્લામાં શિવમય બની ગયો હતો. ગાંધીનગરના પંચદેવ મંદિર, માણસા રોડ ઉરના વાસન મહાદેવ, નારદીપુર મહાદેવ મંદિર, સરઢવ મંદિર, લીંબડિયા મંદિર સહિત અનેક શિવાલયોમાં આજે સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. આ તમામ મહાદેવના મંદિરો ખાતે મેળો ભરાય છે. આ વખતે પણ ભરાયેલા મેળામાં ગ્રામ્ય પ્રજા પરિવાર સાથે ઉમટી પડી હતી અને મેળો માણી દર્શનનો લાભ લી ધો હતો.
દેવોમાં અજરામર કહેવાતા અને દેવોના દેવ ગણાતાં શિવશંકર એવા ભોળાનાથને ભજવાની તેમને પ્રસન્ન કરવા માટેનો આજે મોટામાં મોટો શિવરાત્રીનો અવસર હતો. ભોળાનાથની ભક્તિ, પૂજા અને અર્ચના કરવાનો દિવસ એટલે 'મહાશિવરાત્રી’નો શિવ ભક્તોમાં ખુબ મોટો મહિમા છે. જેનાં કારણે શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં આજે સવારથી શિવ મંદિરોમાં દર્શન માટે ઉમટી પડયાં હતાં. જેનાં કારણે લાઇનો લાગી હતી. તમામ શિવાલયો 'ઓમ ન: શિવાય’ના નાદથી ગૂંજી ઊઠયાં હતાં.
આ દિવસની ઉજવણી કરવા માટે ગાંધીનગર શહેર અને જિલ્લાના શિવાલયો ઝગમગી રહ્યાં હતાં. સેક્ટર-૬માં આવેલા ભૂવનેશ્વર મહાદેવ મંદિર અને સેક્ટર-૨૨ના પંચદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી. અને રાત્રીએ એક-એક પહોરની પૂજા - અર્ચના કરવા માટે ભક્તો થનગની રહ્યાં હતાં.
આગળ વાંચો વધુ વિગત
તસ્વીર - જગમાલ સોલંકી
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.