તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૧૨પ૧ કિલોના શિવલિંગ ધરાવતાં વહેલાલના પ્રણવ પારાદેશ્વર મહાદેવે શિવરાત્રિ ઉજવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાશિવરાત્રી પર્વે રાજયના વિવિધ વિસ્તારો ઉપરાંત પરપ્રાંત માંથી પણ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા

દહેગામ તાલુકાના ઝાક ગામ નજીક આવેલા અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના વહેલાલનાં પ્રણવ પારદેશ્વર મહાદેવ ખાતે મંદિરના પ્રણેતા માં અનંતાનંદના સાનિધ્યમાં મહા શિવરાત્રી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી થઇ હતી. વિશ્વ પ્રસિધ્ધ ૧૨પ૧ કિલોના પાસના શિવલીંગના દર્શનાર્થે રાજયના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રણવ પારદેશ્વરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પારાને બાંધવો ખૂબ જ કઠીન છે છતાં ગુરૂ ખાજ્ઞા અને દૂર્લભ દ્રવ્યો અને મંત્રોથી વિશ્વના પ્રથમ ૧૨પ૧ કિલોના પારાના શિવલીંગ પ્રણવ પારદેશ્વર મહાદેવનું નિમાર્ણ મા અંનતાનંદ ર્તીથે કર્યુ હતુ.અને આ ધામ અલૌકિક અને વિશ્વ પ્રસિધ્ધ બન્યુ હતુ.

જયાં મહા શિવરાત્રી પર્વની હર્ષો ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.શિવરાત્રી પર્વે સવાર સુધી સામૂહિ‌ક ષોડશાપચારપૂજન,શિવ પૂજન વેદોક્ત રૂદ્રાભિષેક,પુરાણોક્ત રૂદ્રી,મહાપૂજા,લધુરૂદ્ર્ પાઠાત્મક,લઘુ રૂદ્ર હોમાત્મક ઉપરાંત બિલીપત્ર,દુધ,શેરડીરસ,દાડમ રસ,મોસંબી સંતરા રસ,અને દ્રાક્ષ રસ તેમજ ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો.ઉપરાંત મહા શિવરાત્રીની સાંજે ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વહેલાલના દિવ્યધામ ખાતે પ્રણવપારદેશ્વરના દર્શન માટે ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજયના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભલીધો હતો.આ પ્રસંગે પ્રવચનમાં શ્રી માં અનંતાનંદ તર્થિે દરેક જીવમાં શિવ વસતા હોવાનું જણાવી શિવના મહિ‌મા વાકેફ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો