વડોદરા બેઠક પર મોદી સામે હું જીતીશ : મધુસુદન મીસ્ત્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાંધીગનર સેક્ટર ૮નાં મતદાન મથક પરથી મીસ્ત્રીએ મતદાન કર્યું
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે કોગ્રેસ તરફથી વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા મધુસુધન મિસ્ત્રીએ આજે ગાંધીનગરથી મતદાન કર્યું હતુ. સેક્ટર ૮નાં મતદાન બુથ પર મતદાન કરીને નિકળ્યા બાદ મિડીયા સાથેની મુલાકાતમાં તેમણે વડોદરા સીટ પર મોદી સામે તેમની જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વારાણસી તથા વડોદરા બંને બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં મોદી સામે વડોદરા બેઠક પર કોગ્રેસ તરફથી મધુસુધન મિસ્ત્રી ચુંટણી લડી રહ્યા છે. પરંતુ મધુસુધન મિસ્ત્રી ગાંધીનગરમાં રહેતા હોવાથી પોતાનાં મત વિસ્તારમાં મતદાન કરી શક્યા નથી. તેઓ ચુંટણીનાં દિવસે સવારે ૮ વાગ્યે મતદાન માટે ગાંધીનગર સેક્ટર ૮ની પ્રાથમીક શાળાનાં મતદાન મથક પર મતદાન કરવા આવી પહોચ્યા હતા.
બુથ પર મતદાન માટે લાઇન હોવાથી મધુસુદન મિસ્ત્રી પણ લાઇનમાં ગોઠવાઇ ગયા હતા. પોતાનો મતદાન માટેનો ટર્ન આપતા બુથમાં જઇને મતદાન કરીને હસતે મોઢે બહાર નિકળ્યા હતા. તેમણે મતદાન કર્યાની સહિવાળી આંગણી દર્શાવી મીડીયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે વડોદરા બેઠક પર ભલે મારી સામે મોદીનો પડકાર હોય. પરંતુ વડોદરા બેઠક પર મારી જીત થશે તેવી મને આશા છે. મધુસુદન મિસ્ત્રીની સાથે તેમનાં પિત્ન તથા શહેર કોગ્રેસનાં અન્ય કાર્યકરોએ પણ મતદાન કરીને વિજયની નીશાની દર્શાવી હતી.
તસવીરો, જગમાલ સોલંકી