માણસાનાં રંગપુર ગામે હડકાયા વાનરનો આતંક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે યુવતી સહિ‌ત એક યુવક પર હુમલો કર્યો:
સરપંચે વન વિભાગને જાણ કરતા ટીમ પાજરાં સાથે રંગપુર પહોચી


ગાંધીનગરનાં માણસા તાલુકાનાં રંગપુર ગામે એક હડકાયા થયેલા વાનરે ગ્રામજનો પર હુમલો કરતા બે યુવતીઓ તથા એક યુવાનને ઇજાઓ પહોચાડી હતી. જેના પગલે સરપંચે આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પાંજરા સાથે રંગપુર ગામે પહોચી જઇને આતંક મચાવી રહેલા વાનરને પકડવા કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત વિગતોનુંસાર માણસા તાલુકાનાં રંગપુર ગામે હડકાયા થયેલા એક વાનરે શનિવારેં નવાપરા વચલારાજ વિસ્તારમાં બે યુવતીઓ પર હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

બીજી તરફ બંને ઘાયલ યુવતીઓને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન રવિવારે સવારે ફરી રંગપુર ગામમાં આ કદાવર વાનર ઘુસી આવ્યો હતો. જેમાં અગાસી પર સવારે ૭ વાગ્યે બેઠેલા યુવાન ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ પર આ વાનરે હુમલો કરતા ઉપેન્દ્રસિંહ વાનરનાં નહોરથી લોહી લુહાણ થઇ ગયો હતો. જેના પગલે તેને પણ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. કપીરાજનાં આતંકથી ક્રોધે ભરાયેલા ગ્રામજનોએ લાકડીઓ લઇને તેન ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વાનરે રોદ્રરૂપ ધારણ કરી ગ્રામજનો સામે થતા ગ્રામજનો ડરી ગયા હતા. જેના પગલે રંગપુરનાં સરપંચ ઉપેન્દ્રસિંહે આ અંગેની જાણ ગાંધીનગર વનવિભાગને કરતા વન વિભાગની ટીમ પાંજરા સાથે રંગપુર આવી પહોચી હતી.