મોડાસા તાલુકાના દધાલિયામાં બંદૂકની અણીએ વૃદ્ધાને લૂંટી લીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંદૂક કે રિવોલ્વર તાકી બોલાતા હેન્ડઝઅપ કે ખબરદાર શબ્દો ઘણી વાર ફિલ્મોમાં ગુડાંઓ કે ડાકુઓ દ્વારા બોલાતા સાંભળ્યા છે, પરંતું દધાલીયા ગામે ભરી બંદૂકે આવી પહોંચેલા લૂટારાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ગામના એક વેપારીની પત્નીના હાથમાંથી પાંચ તોલા સોનાની બંગડીઓની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો હતો.

મોડાસા તાલુકાના દધાલીયા ગામે રહેતા અને મોટા પ્રમાણમાં અનાજની લે-વેચ કરતાં નવીનભાઇ વોરા સોમવારની સાંજે ૭-૦૦ વાગે સમાચાર જોઇ જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે ડેલી વાળા મકાનનો દરવાજો ખોલી કોઇ અજાણ્યો ઇસમ મોં ઉપર કપડું બાંધી માથે હેલ્મેટ લગાવી ઘૂસી આવ્યો. હાથમાં બંદૂક સાથે એકદમ ઘૂસી આવેલા આ શખ્સે અંદર પ્રવેશી કમાડને સાંકડ લગાવી બારાબોર બંદૂકમાં કાર્ટીસ લગાવી વૃધ્ધ વેપારી દંપતી ઉપર બંદૂક તાકી ખીસ્સામાંથી ચિઠ્ઠી બહાર કાઢી નવીનભાઇ વોરા ને ધરી દીધી.