સેક્ટર ૨માં ધોળા દિવસે મહીલાનાં ગળામાંથી સોનાના દોરાની તફડચંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફેદ કલરનાં એક્ટીવા પર આવેલા બે શખ્સો તોડો તોડી ફરાર
ગાંધીનગર પોલીસની મહિલા સલામતીની ગુલબાંગો વચ્ચે તાજેતરનાં દિવસોમાં શહેરમાં ધોળા દિવસે ચેઇન સ્નેચÃગની ઘટનાઓ વધી જવા પામી છે. જેમાં રવિવારે સેક્ટર ૨નાં આંતરીક માર્ગ પરથી પસાર થઇ રહેલી એક મહિલાનાં ગળામાંથી રૂ. ૪૦ હજારની કિંમતનો દોરો તુટવાની ઘટના બનવા પામી છે. આ બનાવમાં ભોગ બનનાર મહિલાની ફરીયાદનાં આધારે સેક્ટર ૭ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર શહેરમાં ચેઇન સ્નેચરોનાં ત્રાસ સામે રક્ષણ પુરૂ પાડવામાં શહેર પોલીસ નિષ્ફળ નિવડી છે. શહેરનાં સેક્ટરોમાં ધોળા દિવસે પસાર થતી મહિલાઓનાં ગળામાંથી દોરા તુટવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં છેલ્લા ૪ દિવસમાં બે મહિલાનાં ગળામાંથી દોરા તુટયાની ઘટના બની છે. જેમાં ગત તા ૨૪મીનાં રોજ સેક્ટર ૫માંથી પસાર થતી મહિલાનાં ગળામાંથી દોઢ તોલાનો સોનાનો દોરો તુટ્યો હતો.
જ્યારે અન્ય ઘટનામાં શહેરનાં સેક્ટર ૭બીમાં પ્લોટ નં ૬૯૯/૨ ખાતે રહેતા શારદાબેન ભીખુભાઇ વાઢેર સેક્ટર ૨માં કોઇ કામથી ગયા હતા. જેઓ સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ આંતરીક માર્ગ પરથી ચાલતા પરત ફરી રહ્યા હતા ત્યારે એક સફેદ કલરનાં એક્ટીવા પર આવેલા ૩ શખ્સો શારદાબેનનાં ગળામાંથી રૂ. ૪૦,૦૦૦ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા. શારદાબેને આ અંગે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.