ગાંધીનગર : થ્રેશર મશીનમાં માથુ ફસાતાં મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતરમાં એરંડા લેવાનું કામ કરતાં કલોલ તાલુકાના ધાનોટ ગામે બનેલો અરેરાટીભર્યો બનાવ
ખેતરમાં કામ કરતી વખતે થ્રેશર મશીનમાં માથુ ફસાઇ જવાથી મહિલાનું મોત થયુ હોવાનો અરેરાટીભર્યો બનાવ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં બનાવ બન્યો હતો. આ બનાવથી ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ અંગેની વિગતો એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ ખેતમજુરી અને પશુપાલનના વ્યવસાયમાં સહભાગી થઇ પરિવારને મદદરૂપ થતી હોય છે. તેમાં ક્યારેક મહિલાઓ મશીન સાથે કામ કરતી વખતે અકસ્માતનો ભોગ બનતી હોય છે. આવોજ એક બનાવ આજે કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં બન્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ધાનોટ ગામની સીમમાં અનીબેન કાળુભાઇ દરબાર (ઉં-૩૫) પોતાના ખેતરમાં એરંડા લેવા માટે કામ કરી રહી હતી. તે વખતે થ્રેશર મશીનમાં માથુ ફસાઇ ગયુ હતું. તે વખતે બાજુમાં કામ કરતાં અન્ય લોકોને જાણ થતાં ભારે જહેમત બાદ ફસાયેલુ માથુ મશીનમાંથી બહાર કાઢÛુ હતું અને અનીબેનને કલોલના સરકારી દવાખાતને ખસેડ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ અનીબેનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.