તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકટર-૪માં મકાન તથા સ્કોડામાંથી ૬૩ પેટી દારૂ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી ફરી શરૂ થઇ ગઇ હોય તેમ સેકટર ૪નઆં એક મકાનમાંથી તથા ખ-રોડ પર પડેલી એક સ્કોડા કારમાંથી સેકટર ૭ પોલીસે ૬૩ પેટી વિદેશી દારૂ પકડી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિ‌ત રૂ પ,૪૧,૨૦૦નો મુદા માલ જપ્તપ્ત કરી ફરાર થઇ ગયેલા કાર ચાલક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બુટલેગરો હવે પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે લકઝરી કારનો ઉપયોગ કરવા લાગ્યા છે.

શહેરનાં સેકટર ૭ પોલીસ સ્ટેશનનાં પોલીસ જવાન યજવેન્દ્રસિંહ વાઘેલાને મંગળવારના રોજ શહેરમાં એક સ્કોડા કારમાં વિદેશી દારૂ સપ્લાય થવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શહેરનાં જુદા જુદા સ્થળો પર વોચ ગોઠવી દીધી હતી.