તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં પત્નીની હત્યાકરનાર પતિને આજીવન કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જમવાની બાબતે ઝઘડા બાદ ધોકાના ફટકા મારીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી

કલોલ શહેરમાં પોણા બે વર્ષ પહેલા નોંધાયેલા પતિના હાથે પત્નીનું ખૂન થવાના બનાવમાં ગાંધીનગર કોર્ડમાં કેસ ચાલી જવાના પગલે જજ જી એમ પટેલે સરકાર પક્ષે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને આજીવન કેદની સજા અને રૂ. ૧ હજાર દંડ ફટકારતો ચૂકાદો આપ્યો હતો. ઉપરાંત અન્ય કલમ હેઠળ ૩ માસની વધુ સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. કોર્ડ દ્વારા ફરિયાદી, તબીબ, પોલીસ સહિ‌ત ૨૨ સાહેદને તપાસાયા બાદ સજાનો ચૂકાદો આપ્યો હતો.

ગાંધીનગર કોર્ડમાં ચાલેલા કેસની વિગત મુજબ કલોલમાં ટેલીકોમ મીલ કમ્પાઉન્ડમાં આવેલા છાપરામાં રહેતાં જીલુ બોથાભાઇ દેવીપૂજકે તા. ૨૪-૦૪-૨૦૧૨ના રોજ જમવાની બાબતે ઝગડો થયા બાદ ધોકાના ફટકા મારીને તેની પત્ની ચંદ્રિકાબેનને લોહિ‌લૂહાણ કરી નાખી હતી. તેને બેહોશ જેવી હાલતમાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ દ્વારા આ બનાવ બારામાં મૃતકના પિતા લાલુભાઇ ભલાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી પત્નીનું ખૂન કરવાના ગુનામાં જીલુની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ચાલવા દરમિયાન સરકાર પક્ષે રહેલા વકીલ પ્રિતેશ વ્યાસે કોર્ડ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીએ બેરહેમીથી તેની પત્નીનું ખૂન કર્યુ છે.
પરિણામે સમાજમાં મહિ‌લા પર અત્યાચારના મામલે દાખલો બેસે તેવી સખત સજા આરોપીને થવી જોઇએ.
કોર્ડ દ્વારા ફરિયાદી, તબીબ, પોલીસ સહિ‌ત ૨૨ સાહેદને તપાસાયા બાદ સજાનો ચૂકાદો આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો