કોલવડાની સીમમાંથી રૂ. 100700નો વિદેશી દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો લાઇન : પેથાપુર પોલીસ દ્વારા કોલવડાની સીમમાંથી જપ્ત કરાયેલો દારૂનો જથ્થો. તસ્વીર જગમાલ સોલંકી)
-કોમ્બીંગ નાઇટ દરમિયાન પેથાપુર પોલીસની રેડ : એકની ધરપકડ
ગાંધીનગર: દિવાળીનાં પગલે વધી રહેલી હેરાફેરી વચ્ચે જિલ્લા પોલીસ દ્વારા સઘન કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ છે. દરમિયાન શુક્વારની રાત્રે પેથાપુર પોલીસે કોલવડાનાં મહુડીપુરા વિસ્તારમાં રેડ કરીને વિદેશી દારૂ તથા બિયર મળી કુલ રૂ. 100700નો દારૂ પકડી પાડી એક બુટલેગરની ધરપકડ કરી હતી. જયારે બે શખ્સો ફરાર થઇ ગયા હતા.
જિલ્લામાં દિવાળીનાં તહેવારને લઇને દારૂની માંગ વધતા જિલ્લામાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ દારૂની હેરાફેરી તથા વેચાણ રોકવા સક્રિય બની ઠેર ઠેર દરોડા પાડીને દારૂ પકડી રહી છે. દરમિયાન શુક્રવારની રાત્રે પેથાપુર પોલીસની ટીમ પોતાનીં હદમાં કોમ્બીંગ નાઇટમાં હતી ત્યારે કોલવડાનાં મહુડીપુરા વિસ્તારમાં દારૂ ઉતાર્યો હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનનાં સીનીયર પીએસઆઇ એસ જે વાઘેલાને મળી હતી. પોલીસે આ બાતમીનાં આધારે મહુડીપુરા વિસ્તારમાં દરોડો પાડીને ઝાડીઓમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની બોટલ નંગ 196 તથા બિયર ટીન નં 419 મળી રૂ. 100700નો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી રાજેન્દ્રસિંહ ઉફે ભોડી નરૂકાની પણ ધરપકડ કરી હતી. જયારે નરેશ રઇજીભાઇ રાવળ તથા વિપુલ રઇજીભાઇ રાવળ નામનાં બે શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી પેસેન્જર રીક્ષા પણ કબજે કરી હતી. પેથાપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરીને બંને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.