તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકટર ૨પમાં દીપડો દેખાયો હોવાનો વાવોલનાં નાગરિકનો દાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વન વિભાગે ટીમે તપાસ કરાવી પરંતુ સગડ મળ્યા નહીં

ગાંધીનગરનાં બાસણ ગામે તાજેતરમાં દિપડો દેખાયો હોવાની ઘટના બાદ શુકવારે ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે. શહેરમાં સેકટર ૨પમાં આવેલા જીઆઇડીસી વિસ્તારમાંથી બપોરનાં સમયે કારમાં પસાર થઇ રહેલા વાવોલનાં એક નાગરીકને રસ્તો ઓળંગતો દીપડો જોવા મળતા તેમણે કાર રોકીને આસપાસના લોકોને સચેત કર્યા હતા. જો કે આ ઘટનાનાં પગલે વન વિભાગે સ્થળ પર ટીમ મોકલીને તપાસ કરાવી હતી પરંતુ દિપડો જોવા મળ્યો નહોતો.

શહેરનાં દિવસભર ધમધમતા રહેતા સેકટર ૨પનાં જીઆઇડીસી વિસ્તારમાં શુક્રવારનાં દિવસે દિપડો દેખાયાની વાતે નાગરીકોમાં ચકચાર મચાવી દીધી છે. સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર શહેર પાસેનાં વાવોલ ગામે રહેતા પ્રકાશભાઇ નારણભાઇ સુથાર શુક્રવારે બપોરના સમય ગાળામાં સેકટર ૨પ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા છેવાડાનાં રોડ પરથી પોતાની કાર લઇને પસાર થતા હતા. ત્યારે જીઆઇડીસી વિસ્તારમાંથી રોડની સામે પાર આવેલી ઝાડીઓમાં જતા દિપડાને જોયો હતો.

આ ઘટનાનાં પગલે પ્રકાશભાઇએ કારમાંથી ઉતરી આસપાસ કામ કરી રહેલા લોકોને જાણ કરી ઝાળીઓ પાસે આવેલા વરંડા પર ચડી દિપડો કઇ દિશામાં ગયો તે બાબતે તપાસ કરી હતી. પરંતુ આટલા સમયામાં દિપડો ઝાળીઓમાં અદ્શ્ય થઇ ગયો હતો. આ ઘટનાની જાણ ગાંધીનગર વન વિભાગને થતા ડીએફઓ ભાવિનભાઇ વ્યાસે એક ટીમને સ્થળ પર મોકલીને તપાસ કરાવી હતી. ટીમને દિપડા અંગેના કોઇ પુરાવા મળ્યા નહોતા. વન વિભાગનાં જણાવ્યાનુંસાર દિપડા અંગને કોઇ સગડ મળ્યા નહોતા પણ દિપડોએ રખડતું પ્રાણી છે જેના પગલે તેની હાજરી નકારી શકાય નહી.