નોરતા સહિ‌ત ૧૨ દિવસ રાત્રે ૧૨ સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
છુટના કુલ ૧પમાંથી સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા ૧૨ દિવસ નક્કી કરી દેવાયા છે

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા અવાજનું પ્રદુષણ ઘટાડવા માટે રાત્રીના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર દેશની સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શક આદેશો આપ્યા પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમાં વર્ષ દરયિમાન ૧પ દિવસ ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ આપવામાં આવી છે. તે સંદર્ભે આ વર્ષે ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા ૧૨ દિવસ નક્કી કરી દેવાયા છે. તેમાં નોરતાના ૯ દિવસ અને ૧પમી ઓગષ્ટ, ૨૬મી જાન્યુઆરી તથા જન્માષ્ટમીનો સમાવેશ કરાયો છે. છુટના કુલ ૧પમાંથી ૩ દિવસ સ્પેર રખાયાની કેન્દ્ર સરકારને જાણ કરી દેવામાં આવી છે. આ ત્રણ દિવસનો ઉપયોગ સરકાર ઇચ્છે ત્યારે કરી શકશે.

અવાજના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શક આદેશો આપ્યા પછી સાત વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કોઇપણ જગ્યાએ રાત્રે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં નવરાત્રિ સહિ‌ત કેટલાક તહેવારો રાત્રે જ ઉજવાતા હોવાથી આ મામલે વિવાદ થયા પછી સુપ્રિમ ર્કોટ દ્વારા આખા વર્ષ દરમિયાન ૧પ દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ મૂકવામાં આવી હતી. આ સાથે કયા દિવસોએ રાત્રે ૧૨ વાગ્યા સુધીની છુટ આપવી તેનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી હતી.