તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Karoli A Tanker Collision Killed Four Year Old Daughter

કારોલી પાસે ટેન્કરની ટક્કરે ચાર વર્ષની બાળકીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના કારોલી ગામ પાસેની એક ફેકટરીના કમ્પાઉન્ડમાં ટેન્કર રિવર્સ કરતા ફેકટરીમાં રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી ચગદાઇ જતાં મોતને ભેટી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર અને ફેક્ટરીના કર્મચારીઓ અને મજૂર વર્ગમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ અંગે પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના કારોલી ગામ પાસે આવેલી ટ્રાઇલ્સ કંપનીની ઓરડીમાં રહેતા શૈલેષ નટુભાઇ દેહડાની ચાર વર્ષની પુત્રી રેણુંકા ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રમતી હતી. તે દરમિયાન ત્યાં આવેલા ટેન્કર (જી.જે.૧૮ બી.૧૨૪૧)ના ચાલકે પોતાની ગાડી ગફલત ભરી રીતે ફુલ સ્પ્રીડમાં રિવર્સમાં હંકારતા રેંણુકા અડફેટે આવી ગઇ હતી. જેથી તેણીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જો કે બનાવ બન્યો ત્યારે ટેન્કર ચાલક સામે લોકોમાં ભારે રોષ પ્રગટયો હતો. પરંતુ કેટલાક લોકોની દરમિાયનગીરીથી મામલો થાળે પડયો હતો.