• Gujarati News
  • Kalol's Teacher Come With Great Idea, Modi Gives Project A Name

કલોલની શિક્ષિકાના ગ્રેટ આઈડિયાને મોદીએ વધાવીને કર્યું નામકરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક શાળાનાં બાળકોને વાંચતા કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની કલોલ પ્રા. શાળાના મહિલા આચાર્યએ બિડુ ઝડપી ઇફકોના સહકારથી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રંથમંદિરનું નામ આપી વિદ્યાર્થીઓના ઘરે વાજતે ગાજતે પહોંચાડવા સૂચન કર્યું છે. આ નવતર પ્રયોગમાં વિદ્યાર્થી પોતાના ઘરે નાની લાયબ્રેરી રાખી શકશે. એક લોખંડની પેટીમાં ૨૦ જેટલા પુસ્તકો છે. પેટી દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે અપાઇ રહી છે.

અમદાવાદ ખાતે ૧૬મીમેએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નોલેજ કોન્સોર્ટિઅમ ઓફ ગુજરાત (પ્રજ્ઞાપુરમ)ના નવનિર્મિત સંકુલનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. તે વખતે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના કુલ ચોવીસ પ્રયોગકર્તાઓ સાથે કલોલ પ્રા.શાળા નં-૯ ના આચાર્ય પ્રીતિબેન ગાંધીએ પોતાનો નવતર પ્રયોગ (મારે ઘેર મારૂ નાનકડું પુસ્તકાલય)ની રજૂઆત કરી હતી.

શું છે આ સમગ્ર આઈડિયા અને કઈ રીતે તેનો વિચાર પ્રીતિબેનને સ્ફૂર્યો, વાંચવા તસવીર આગળ ક્લિક કરો...