તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા કાઉન્ટ ડાઉનઃ કલોલમાં તડામાર તૈયારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રથયાત્રા કલોલના વિવિધ માર્ગો પર ૧૪ કિ.લો. મીટર સુધી ફરશે

કલોલમાં છેલ્લા ચાર વર્ષથી ભગવાન જગન્નાથજીની દબદબાભેર યાત્રા નીકળતી હોય છે અને સમગ્ર કલોલમાં ફરતી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભકતો ઊમટી પડતા હોય છે. આટલી મોટી સંખ્યામાં ભકતો હાજર રહેવા છતા જાણે ભગવાન પોતે આ વ્યવસ્થાની દેખરેખ રાખતા હોય તેમ કોઇ અનિછનીય બનાવ બન્યો નથી.

આ વખતે પણ દર સાલની જેમ તા.૧૦-૭-૧૩ ને બુધવાર (અષાઠ સુદ બીજ) ના દિવસે રથયાત્રામાં ભગવાનશ્રી જગન્નાથજી ભાઇ બલરામજી તેમજ બહેન સુભદ્રાજી કલોલની નગરચર્યાએ નીકળશે. સત્યનારાયણ મંદિરના મહંત રામમનોહરદાસજી તેમજ રથયાત્રા કમિટીના જણાવ્યા મુજબ અત્યાર સુધી નોધાવેલા વાહનોમાં ૭૦ ટ્રેકટરોમાં ભજન મંડળીઓ પોતાના સૂરથી વાતવરણને ભકિતમય બનાવશે. તેમજ પ જેટલા ટ્રેકટરોમાં બાળકો દ્વારા વેશભૂષા કરી લોકોમાં આર્કષણ જમાવશે અને ૨ વાહનમાં ભગવાનની માનવીય પ્રતિકૃતિ રાખી શહેરીજનોને ભગવાનના દર્શન આપશે.

આ ઉપરાંત આ યાત્રામાં ૧પ ઘોડેસવારો આ રથયાત્રામાં પોતાનું આર્કષણ જમાવશે તેમજ ૩ ડી.જે દ્વારા આવનાર ભકતોને પ્રભુના ગાનમાં નચાવીને મંત્ર મુગ્ધ બનાવી દેશે. તેમજ ૨ અખાડા પોતાના કરતબ બતાવી લોકોના દિલ થંભાવી દેશે. આ યાત્રામાં ૩પ મંહતો અને પૂજારીઓ ઉપસ્થિત રહી ભકતોને આર્શી‍વાદ આપશે.

- જગન્નાથની યાત્રાનો રથ સાત લાખના ખર્ચ તૈયાર

જગતમાં આમતો ભગવાનના દર્શન કરવા ભકતોએ મંદિરમાં જવું પડતું હોય છે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગનાથ પોતાના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા મારફતે ભકતોને મળવા માટે જતા હોય છે.કલોલમાં નીકળતી રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથ માટે નવો રથ બનાવવામાં આવ્યો છે આ રથની વિશેષતા એ છે કે તેના દરેક ભાગનું વજન સવાયું રાખવામાં આવ્યું છે. તેમજ રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેના પૈડાં પણ લાકડાના બનાવવામાં આવ્યા છે. ૭૦૦ કિલો વજનના આ રથને પ્રાચીન પદ્ધતિઓ પ્રમાણે બનાવવામાં આવ્યો છે. જેમાં ભગવાનના વાહન ગરૂડની અભીકૃતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રથયાત્રા કલોલના વિવિધ માર્ગો પર ૧૪ કિ.લો. મીટર સુધી ફરશે આ વખતે ભગવાન સાત લાખના રથમાં નગર ચર્યા કરશે.

- જગન્નાથની યાત્રામાં ૧૪૦૦ કિલોનો પ્રસાદ

આ યાત્રામાં લોકો હજારોની સંખ્યામાં આવતા હોઇ તેઓને દર્શનની સાથે પ્રસાદ મળે તે માટે ૧૪૦૦ કિલો જેટલો પ્રસાદ ભગતોમાં વેહેચવામાં આવશે જેમાં ૬૦૦ કિલો મગ , ૩૦૦ કિલો જાબું ,૨પ૦ કિલો કેરી તેમજ ૨પ૦ કિલો કાકડીનો સમાવેશ કરવામાં આવશે.

- ભગવાનનું મામેરું પંચવટી વિસ્તારમાં કરાશે

કલોલમાં નીકળનારી રથયાત્રાના સંદભે ભગવાન જગન્નાથનું મામેરું લેવા તા.૯-૭-૧૩ મંગળવારે સવારે ૮:૦૦ કલાકે સત્યનારાયણ મંદિરથી વાજતે ગાજતે નીકળી નંદલાલ ચોક, સરદારબાગથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી ચાલતા જશે ત્યાંથી વાહનો દ્વારા પંચવટીમાં આવેલા પટેલ રાજુભાઇ માણેકલાલના ઘરે ૨૩ સત્વ બંગ્લોઝ ખાતે ભગવાનની પૂજા વિધી કરીને નંદનગર , પ્રગટ લક્ષ્મી સોસાયટીથી પંચવટી હનુમાનજી મંદિર સુધી ચાલતા આવશે ત્યાથી વાહનો દ્વારા ખૂની બંગલા ચાર રસ્તા સુધી આવી ફરી વાજતે ગાજતે સત્યનારણમંદિર ખાતે પરત ફરશે.