કલોલ બેંકની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, ભારે રસાકસીનો માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ : કલોલ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી 30મી નવેમ્બરના રોજ યોજવામાં આવી છે. તેમાં વિકાસ પેનલ અને નાગરિક પેનલના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીનો માહોલ જામ્યો છે. બન્ને પેનલ દ્વારા સભાસદોનો સંપર્ક કરી પ્રચાર કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ ભાજપના આગેવાનો પોતાની પેનલને બેંકનો વહિવટ મેળવવા તત્પર બન્યા છે. તો બીજી તરફ બેંકના વહિવટમાં વિકાસ પેનલને પ્રવેશતી રોકવા નાગરિક પેનલે એડીચોટીનું જોર લગાવ્યું છે.

કલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર અતુલ પટેલે કલોલ નાગરિક બેંકની પ્રતિષ્ઠા માટે ક્ષતિઓ દૂર કરી વિકાસ માટે પ્રયાસો હાથ ધરી બેંકની ચૂંટણીમાં પોતાની પેનલને ચૂંટણી જંગમાં ઉતારી છે. જેથી સભાસદોમાં ચૂંટણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં બેંકમાં બિનહરીફ શાસન કરતી નાગરિક પેનલના નવીન પટેલની પેનલ પણ પોતાની જ પેનલને ફરીથી શાસકપક્ષ તરીકે બેંકમાં લાવવા તેમજ પોતાના અનુભવોનો નિચોડ સભાસદો સમક્ષ લાવી રહ્યા છે.

બંને પેનલના 26 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારોને ચૂંટવા 16 હજાર જેટલા સભાસદો 30મીએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને બેંકનું શાસન યોગ્ય પેનલને શોંપશે.જો કે આ ચૂંટણીને લઇને ભારે ગરમાવો ફેલાયો છે.