• Gujarati News
  • IT And E Governance Policy Declared By Gujarat Government

મસમોટી વાતો સામે વિરોધાભાસી વાસ્તવિકતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વિધાનસભાની ફાઇલ તસવીર)
- મસમોટી વાતો સામે વિરોધાભાસી વાસ્તવિકતા
- ગુપ્ત | ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની જેમ સરકારે ચૂપચાપ નવી આઈટી અને ઈ-ગવર્નન્સ પણ જાહેર કરી દીધી
- 2006-11ની આઈટી પોલિસીમાં અને નવી પોલિસીમાં મહત્વાકાંક્ષી જાહેરાતો સિવાય નવો કશો જ ફેરફાર નથી

ગાંધીનગર: તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી રાજ્યની ઈલેક્ટ્રોનિક્સ પોલિસીના પગલે સરકારે 2014-2019ના વર્ષોની ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ઈ-ગવર્નન્સ પોલિસીની પણ ઘોષણા કરી છે. સરકારે વિવિધ હેતુઓ અને લક્ષ્યાંકો સાથે આમ તો રાજ્યને સ્પર્શતી આ બંને પોલિસી જાહેર કરી છે પરંતુ તેનું મુખ્ય ધ્યેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા ‘ડિજિટલ ઈન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવાનું રાખ્યું છે.

અત્યંત ચૂપચાપ માહિતી ખાતાની પ્રેસનોટ મારફતે જાહેર કરેલી આ બંને નીતિઓની વિગતો મુજબ, મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ના સંકલ્પને પાર પાડવા ગુજરાત સરકારે આ નવતર પહેલ કરી આઈટી અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને અનુરૂપ બંને નવી નીતિઓ ઘડાઈ છે.

1 નવેમ્બર, 2006માં પાંચ વર્ષ માટેની રાજ્યની આઈટી પોલીસીની જાહેરાત કરી હતી. 2011માં પોલીસી પૂર્ણ થયાને ત્રણ વર્ષ પછી પુન: નવેમ્બરમાં જ વર્તમાન મુખ્યમંત્રીએ તે પ્રસિદ્ધ કરી. આ બંનેમાં જે લક્ષ્યાંકો અને રાહતો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં કોઈ ખાસ નીતિવિષયક ફેરફારો જણાતા નથી. વળી, પાછલી પોલીસી હેઠળ સરકારે કેટલી સફળતા મેળવી તે અંગે જે સત્તાવાર માહિતી મળી તે જોતાં એ નીતિ સદંતર નિષ્ફળ નિવડી હોવાનું જ જણાય છે.

રાજ્યની ભાજપ સરકારે 2006થી 2011ની આઈટી પોલિસી વખતે પણ મસમોટા લક્ષ્યાંકો અને સ્વપ્નોની જાહેરાતો કરી હતી તે પછી આ ક્ષેત્રે નગણ્ય કહી શકાય તેવી સફળતા મળી અને પોલિસીનો સમય પૂરો થયાના પણ ત્રણ વર્ષે સરકારે વધુ પાંચ વર્ષની જે આઈટી પોલિસી જાહેર કરી છે તેમાં ય અતિ-મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સામે આ ક્ષેત્રે મોટી રાહતો આપવાની જાહેરાત કરી છે. ભૂતકાળની હકીકતો જોતાં નવી પોલિસી કેટલે અંશે સફળ બનશે તે વિષે અત્યારથી જ શંકાઓ સર્જાવા માંડી છે.
આગળ વાંચો, જૂની અને નવી IT પોલિસીની સરખામણી, પાછલી નીતિ અન્વયે એક જ આઈટી પાર્ક, શું છે નવી આઈટી, ઈ-ગવર્નન્સ પોલિસીમાં, આઈટી પોલિસી