• Gujarati News
  • Hitu, Mahesh And Naresh Kanodiya In Election Campaign

1 વિમાન, ગુજરાતની 26 સીટો અને હિતુ-નરેશ-મહેશની ત્રિપુટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 1 વિમાન, ગુજરાતની 26 સીટો અને હિતુ-નરેશ-મહેશની ત્રિપુટી
- 26 સિટો પર કનોડિયાનો પ્રચાર, નમોની જીતનો નિર્ધાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાગરમ છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટે અમીશા પટેલ જેવી અભિનેત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવી રહી હોય ત્યારે ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડીયા અને હિતુ કનોડીયા ચૂંટણી પ્રચારમાં જંપલાવ્યા વગર કઇ રીતે રહી શકે.
નરેશ કનોડીયાએ પુત્ર હિતુ અને ભાઇ મહેશ કનોડીયા સાથે બીજેપી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. દિવ્યભાસ્કર ડોટ કોમ સાથે કરેલી વાતચીતમાં હિતુ કનોડીયાએ જણાવ્યું હતું કે, આજે તો હું પાલીતાણા ખાતે બીજેપીની ચૂંટણી સભામાં છું. અત્યાર સુધી અમેં ગુજરાત લોકસભાની 26માંથી 19 સિટો પર પ્રચાર કરી ચૂક્યા છીએ. હવે બરોડા અને અમદાવાદમાં અમેં ચૂંટણી સભાઓ અને રોડ શો યોજીશું.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને હવે જુજ દિવસો જ બાકી રહ્યા હોવાથી ઝટપથી લોકસભા ક્ષેત્રો સુધી પહોંચવા માટે કનોડીયા પરિવાર દ્વારા ખાનગી વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
તસવીરોમાં જુઓ ઢોલિવુડના કનોડીયા પરિવારની ઝકારા મારતી જાહોજલાલી...