• Gujarati News
  • Hindi Is The Link To Connect The People Said Sudarshan Sen

હિંદી દેશના લોકોને જોડતી મહત્વપૂર્ણ કડી: સુદર્શન સેન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૃહમંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા અમદાવાદના જયશંકર સુંદરી હોલ ખાતે શુક્રવારે મધ્ય અને પ‌શ્ચિ‌મ ક્ષેત્રનું એક દિવસીય સુંયક્ત રાજભાષા સંમેલન યોજાઈ ગયું. આ સંમેલનની અધ્યક્ષતા ભારત સરકારના ગૃહમંત્રાલય, રાજભાષાના સંયુક્ત સચિવ ડી.કે.પાંડેએ કરી હતી.

સંમેલનના મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગાંધીનગરના કુલપતિ ડો. કમલેશ જોશીપુરાએ હાજરી આપી હતી. તેમજ વિશષ્ટિ અતિથિ તરીકે આરબીઆઈના ક્ષેત્રીય નિર્દેશક સુદર્શન સેન ઉપસ્થિત રહ્યા હતા. સેને જણાવ્યું હતું કે, હિંદી ભાષાએ દેશભરના લોકોને જોડનારી મહત્ત્વપૂર્ણ કડી છે.

જ્યારે ડો. જોશીપુરાએ જણાવ્યું હતું કે, દેશના અમુક ક્ષેત્રોમાં હિ‌ન્દીનો ભૂતકાળમાં વિરોધ થયો હતો, આજે તે લગભગ સમાપ્ત થઈ ગયો છે અને સામાજિક વ્યવહારમાં તેના સારા પરિણામ જોવાઈ રહ્યાં છે.