તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરમાં ગાજવીજ સાથે મેઘાની તોફાની પધરામણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દહેગામ અને કલોલમાં પણ મેઘાની દેવા વાળી: માણસા પંથકમાં આડંબર કર્યો

છેલ્લા પખવાડિયાથી અસહ્ય ઉકળાટ બાદ મંગળવારે સાંજે પાટનગરના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. વરસાદથી ગાંધીનગર શહેરના માર્ગો પર પાણી વહી ગયા હતાં. સૌરાષ્ટ્રમાં વરસાદ પડયા બાદ અહીં ભારે ઉકળાટના વાતાવરણનો આખરે મેઘ મહારાજાની તોફાની પધરામણીના પગલે અંત આવવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગાંધીનગર ઉપરાંત દહેગામ અને કલોલમાં પણ વરસાદ તુટી પડયો હતો.