ગાંધીનગર ગરમીના કબજામાં રજાના દિવસે કર્ફ્યુનો માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પવનની ગતિ ૪ કિલોમીટર જેટલી નહીંવત નોંધાતા ઉકળાટે માઝા મૂકી

રાજયમાં છેલ્લા થોડા દિવસોથી વૈશાખી વાયરો વાતા લૂ તથા કાળઝાળ ગરમીનાં કારણે નાગરીકો ત્રાહિ‌મામ પોકારી ગયા છે. જેમા ગાંધીનગરમાં તાપમાનનો પારો છેલ્લા ઘણા દિવસોથી ૪૨ ડીગ્રીની આસપાસ અટકી જતા ગરમીએ શહેરનાં કબજામાં લીધુ હોય તેઓ અનુભવ નાગરીકો કરી રહ્યા છે. દરમિયાન રવિવારે તાપમાનનો પારો ૪૧.પ ડીગ્રીએ થંભી જતા ઉકળાટનાં કારણે રજાનાં દિવસે કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો હતો.

હરીયાળા શહેર તરીકે ઓળખાતા ગાંધીનગરમાં પણ છેલ્લા એક અઠવાડીયાથી ગરમી કેર વર્તાવી દીધો છે. શનિવારે શહેરમાં તાપમાનનો પારો ૪૩ ડીગ્રીને આબી જતા નાગરીકોએ ઘરોમાંથી બહાર નિકળવુ તો ઠીક પરંતુ ઘરમા રહેવુ પણ મુશ્કેલ બની ગયુ હતુ. વાતાવરણમાં વધતી જતી ગરમીની સાથે વધતા જતા ભેજનાં કારણે ચોમાસાનાં દિવસો નજીક આવતા હોય તેવા એધાણ મળી રહ્યા છે.

જયારે ભેજ વધવાની સાથે સાથે ઉકળાટ વધતા ગરમી વધુ અસહ્ય બનવા લાગી છે. દરમિયાન રવિવારે શહેરમાં તાપમાનનો પારો ૪૧.પ ડીગ્રી જેટલો નોંધાયો હતો. પરંતુ બીજી તરફ વાતાવરણમાં પવનની ગતી ઘટીને ૪ કિલો મિટર પ્રતિકલાક થઇ જતા પવનનાં અભાવે ઉકળાટ અસહ્ય બન્યો હતો. જેના કારણે રવિવારે રજાનો દિવસ હોવા છતા નાગરીકોએ બહાર નિકળવાનું ટાળીને ગરમીથી બચવા ઘરમાં રહેવાનું પસંદ કરતા મધ્યાહને શહેરનાં માર્ગો સુમસામ ભાસતા હતા.