મોદી વગરનું ગુજરાત : એ નથી તો કશું જ નથી, એ છે તો બધું જ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વણથંભ્યુ ગુજરાત....
આજે નરેન્દ્ર મોદી સવાસો કરોડ દેશવાસીઓના થઇ જશે. સાંજે તેઓ વડાપ્રધાન પદે શપથે લેશે અને એક નવા યુગનો આરંભ થશે. આજે આખું ગુજરાત નરેન્દ્ર મોદીના વધામણાં કરશે પણ એક ખાલીપો દરેક ગુજરાતીના મનમાં હશે. મોદી વગરનું ગુજરાત કેવું હશે? છેલ્લા 13 વરસથી મોદીના ગુજરાત મોડેલની ચર્ચા ચારેકોર હોય અને આજે એ જ મોદી ના હોય ત્યારે સામાન્ય ગુજરાતીઓન મનમાં કેવી લાગણીઓ હોય છે. તેઓ મોદી વિનાના કેવા ગુજરાતની કલ્પના કરે છે?
કોઇને લાગે છે કે આ સૂર્યની જગ્યાએ મીણબત્તીથી અજવાળું હોય એવું છે તો એક જંગલમાંથી જંગલનો રાજા સિંહ બીજા જંગલમાં જાય અને એના છોડેલા જંગલમાં કોઈ પણ પ્રાણી સિંહની જેમ વર્તન કરે અને બીજા સામાન્ય પ્રાણીઓને હેરાન કરે એવું બને તો પણ નવાઈ નહિ. કોઇ કહે છે કે મોદી નથી તો કશું નથી અને મોદી છે તો બધુ જ છે.
આવી તો અનેક પ્રતિક્રિયાઓ આવી છે. દિવ્ય ભાસ્કર ડોટ કોમ દ્વારા કેટલાક જાણીતા ગુજરાતીઓને પૂછવામાં આવ્યું હતું કે મોદી વિનાના ગુજરાતની કલ્પના કેવી હોય? અને જે જવાબ મળ્યા એ લાજવાબ હતા...
કુછ ખલીશ સી હે હવાઓ મેં બીન તેરે, વાંચવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ