• Gujarati News
  • Gujarat Second And Third Rank In Swimming Competition

નેશનલ કક્ષાની મુલ્કી સેવા તરણમાં ગુજરાત દ્રિતીય-તૃતિય સ્થાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(જીમખાના સ્વીમીંગ પુલ ખાતે રમાઇ રહેલી તરણ સ્પર્ધામાં 16 રાજ્યોનાં 247 તરણવીરો ભાગ લઇ રહ્યા છે)
- નેશનલ કક્ષાની મુલ્કી સેવા તરણ સ્પર્ધાનાં 400 મીટર મીડલેયમાં કેરળની સારન્યા પ્રથમ સ્થાને

ગાંધીનગર : શહેરનાં સેકટર 21 સચિવાલય જીમખાના ખાતે ચાલી રહેલી નેશનલ કક્ષાની અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનાં બિજા દિવસે બુધવારે ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેળવી શક્યા નહોતા. જો કે ગુજરાતનાં તરણવિરોએ દ્રિતીય તથા તૃતિય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર તથા બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી હતી. ગાંધીનગર શહેરમાં ચાલી રહેલી 3 દિવસીય અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ ટુર્નામેન્ટનાં બીજા દિવસે બુધવારે ગુજરાતનાં મહિલા તથા પુરૂષ ખેલાડીઓનો દેખાવ સારો રહ્યા હતો.

ગોલ્ડ મેડલ મેળવી શક્યા નહોતા પરંતુ બીજા તથા ત્રીજા સ્થાને રહીને ગુજરાતના ખેલાડીઓએ સિલ્વર તથા બ્રોન્ઝ પર કબજો કરી લીધો હતો. સુત્રોનાં જણાવ્યાનુંસાર 200 મીટર બટરફ્લાય સ્ટ્રોક મેનમાં ગુજરાતનાં ચિરાગ સેઇલરે દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેળવ્યો હતો. જયારે 400 બાય 100 મીટર રીલે મહિલામાં ગુજરાતનાં એચ એમ ભગત, એન ડી સોનમ, મેઘલબેન એરડા તથા ડી વી હળદરીયાએ ત્રિજા સ્થાને રહી ગુજરાતને બ્રોન્ઝ અપાવ્યો હતો. જયારે 200 મીટર બેક સ્ટ્રોક મહિલામાં એન ડી સોનમે પણ બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાનાં બીજા દિવસે દક્ષીણ ભારતનાં ખેલાડીઓનો દબદબો જળવાઇ રહ્યો હતો. જેમાં કેરાલાનાં સારન્યા નાયરે 400 મીટર ઇન્ડીવીડ્યુઅલ વુમેનમાં પ્રથમ સ્થાને આવી ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો.

- આજે તરણ સ્પર્ધાની પુર્ણાહુતી

જીમખાના ખાતે ચાલી રહેલી 3 દિવસીય તરણ ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ છે. અર્બન ડેવલપમેન્ટ તથા અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટનાં એડીશનલ ચિફ સેક્રેટરી જી આર અલોરીયાની હાજરીમાં પુર્ણાહુતી કરાશે. આ પ્રસંગે અગ્રસચિવ એમ એસ ડાગુર તથા જીએડીનાં મુખ્ય સેક્રેટરી કે શ્રીનિવાસ સહિતનાં મહાનુભવો હાજર રહેશે.