કોલ સ્વેપિંગ: ગુજરાત તેના દરિયાકાંઠેથી જ આયાતી કોલસો મેળવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોલ સ્વેપિંગ: આજે GSPC-NTPCવચ્ચે કરાર
ગાંધીનગર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળની એનડીએ સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યાના થોડા જ સમયમાં કેન્દ્રના ઊર્જા મંત્રાલયે ગુજરાતની લાંબા સમયની માંગ મંજૂર રાખી એનટીપીસી અને ગુજરાત સ્ટેટ પાવર કોર્પોરેશન(જીએસપીસી)ને પોતે જે જગ્યાએથી કોલસો મેળવે છે તેની અદલાબદલી કરવા(કોલ સ્વેપિંગ)ની મંજૂરી આપી અને હવે મંગળવારે એનટીપીસી અને જીએસપીસી વચ્ચે આ અંગે વિધિવત્ કરારો કરાઇ રહ્યા છે.

દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદિત કરનાર એનટીપીસી છત્તીસગઢમાં કોરબા અને સીપાટ ખાતે બે પાવર પ્રોજેક્ટ ઓપરેટ કરે છે. સાથે જ છત્તીસગઢમાં દેશના કુલ કોલસાનો 16 ટકા જથ્થો ઉપલબ્ધ થતો હોવા છતાં અગાઉની યુપીએ સરકારની નીતિના પરિણામે આ બંને પ્લાન્ટ માટે એનટીપીસીએ ગુજરાતના દરિયાકિનારા મારફતે આયાતી કોલસો વાપરવો પડતો હતો.
જીએસપીસીના કોલ બેઈઝ્ડ પ્લાન્ટ માટે છત્તીસગઢથી કોલસો મંગાવવો પડતો હતો. હવે એનટીપીસી પોતાના બે પ્લાન્ટ માટે છત્તીસગઢમાં જમશેદપુરની ખાણોમાંથી અને જીએસપીસી ગુજરાતના કિનારેથી જ આયાતી કોલસો મેળવી શકશે.