વિકાસમાં નંબર 1 ગુજરાત સ્વાઈન ફ્લૂથી થતાં મોતમાં પણ નં.1

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફ્લુનો રોગ ઘાતક બની રહ્યો છે અને દરરોજ થતાં મૃત્યુથી ગુજરાત સ્વાઈન ફ્લુથી થતાં મૃત્યુમાં પણ નંબર વન બની ગઈ હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં જણાવ્યું છે. આરોગ્ય વિભાગની ચર્ચામાં બોલતાં તેમણે અમદાવાદની વી.એસ.હોસ્પીટલ માટે વર્ષે વધારાની રૂ. ૧૦ કરોડની સહાય આપવાની માગ કરી હતી.

'મા અમૃતમ યોજના’ને ગરીબોને મફતમાં મળતી સારવાર બે લાખ સુધી મર્યાદીત કરવાના ષડયંત્ર સમાન ગણાવતાં તેમણે કહ્યું કે, અગાઉ ગરીબોને કોઈપણ મર્યાદા વિના સારવાર અપાતી હતી પરંતુ આ યોજના અંતર્ગત સહાયની મર્યાદા રૂ. બે લાખ કરવામાં આવી છે. બીપીએસ પરિવારના કોઈ વ્યક્તિને કીડની ટ્રાન્સપ્લાન્ટ કે અન્ય મોટી બિમારી હોય તો તે આ મર્યાદાથી વધારાની રકમ ખર્ચી શકે નહીં ત્યારે આ મર્યાદા દૂર કરવા તેમણે માગણી કરી છે. નેશનલ રૂરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સના અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગામડાંમાં ૯૪ ટકા સ્પેશ્યાલિસ્ટ તબીબોની ઘટ છે.