ગુજરાતે દેશના સૌથી સ્પર્ધાત્મક રાજ્યનો એવોર્ડ મેળવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતને દેશના સૌ‹થી વધુ સ્પર્ધાત્મક રાજ્ય તરીકેનો એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો.

ગુજરાતે વિકાસને બળ આપવા માટે અપનાવેલા શ્રેષ્ઠ વ્યૂહ, વૈવિધ્યતા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ભરેલા પગલા સાથે નવીન પહેલ આધારિત અર્થતંત્ર તરીકે મિન્ટ અને ઈન્સ્ટિટ્યુટ ફોર કોમ્પેટિટિવનેસ દ્વારા આયોજિત ઈન્ડિયાઝ મોસ્ટ કોિમ્પટિટિવ સ્ટેટ ૨૦૧૩ એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારંભ ગુજરાત રેસિડેન્ટ કમિશનર ભરત લાલે ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.